How To Make Peanut sabji: મગફળી પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. મગફળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. મગફળીનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. મોટાભાગે મગફળીમાંથી ચીકી ચટણી જેવી વસ્તુઓ બને છે. પરંતુ તમે ક્યારેય મગફળીનું શાક ટ્રાય કર્યું છે ? જો નથી કર્યું તો આજે તમને મગફળીમાંથી બનતા શાકની રેસિપી જણાવીએ. મગફળીનું આ શાક તમે ઘરે ટ્રાય કરશો તો નાના મોટા સૌ કોઈની દાઢે આ શાકનો સ્વાદ વળગી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મસાલા શુદ્ધ છે કે કલર કરેલો નકલી માલ જાણવા અજમાવો આ ટ્રીક, તુરંત પકડાઈ જશે ચોરી


મોઢામાં પાણી આવી જાય તેવી Restaurant Style Dal Makhani બનાવવાની જાણો રેસિપી


આ રીતે બનાવશો તો ઘરે પણ બનશે એકદમ બહાર જેવી જ ટેસ્ટી ખસ્તા કચોરી


શાક બનાવવાની સામગ્રી


1 કપ મગફળી
1/2 ચમચી લાલ મરચું પાવડર
1/2 કપ ટામેટાની પ્યુરી
1/2 કપ ડુંગળીની પેસ્ટ
1/2 ચમચી હળદર
1/2 ચમચી જીરું
2 ચમચી તેલ
મીઠું સ્વાદ અનુસાર


મગફળીનું શાક બનાવવાની રીત


સૌથી પહેલા મગફળીનું શાક જે દિવસે બનાવવાનું હોય તેની આગલી રાત્રે અથવા તો દિવસે મગફળીને પાણીમાં પલાળી દેવી. ત્યાર પછી જ્યારે શાક બનાવવું હોય ત્યારે પાણીમાંથી મગફળી કાઢીને અલગ રાખી દો. હવે એક પેનમાં તેલ ગરમ મૂકો. તેમાં પલાળેલી મગફળી ઉમેરી ધીમા તાપે બરાબર સાંતળી તેને સાઈડ પર રાખો. 


અન્ય એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં જીરું ડુંગળી અને ટામેટાની પ્યુરી ઉમેરી બરાબર પકાવો. ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર હળદર હળદર મીઠું ઉમેરો. 


મસાલાને 10 મિનિટ સુધી પકાવો અને જ્યારે તેલ છૂટું પડી જાય તો તેમાં શેકેલી મગફળી ઉમેરી દો. ત્યાર પછી જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી પાંચ મિનિટ સુધી બધી જ વસ્તુને બરાબર ઉકાળો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરો અને ગરમાગરમ શાક સર્વ કરો.