મસાલા શુદ્ધ છે કે કલર કરેલો નકલી માલ જાણવા અજમાવો આ ટ્રીક, તુરંત પકડાઈ જશે ચોરી

How Check Spices Are Real Or Not: તમે કેટલીક ટિપ્સ અજમાવીને મસાલા અસલી છે કે નહીં તે ઓળખી શકો છો. આ રીતે ચેક કરીને મસાલાની ખરીદી કરશો તો ભેળસેળયુક્ત વસ્તુ લેવાથી બચી જશો અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે કારણ કે મસાલા ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. 

મસાલા શુદ્ધ છે કે કલર કરેલો નકલી માલ જાણવા અજમાવો આ ટ્રીક, તુરંત પકડાઈ જશે ચોરી

How Check Spices Are Real Or Not: રોજની રસોઈમાં હળદર મરચું, મીઠું જેવા અલગ અલગ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. દર વર્ષે મસાલા ભરવાની સિઝનમાં પણ ગૃહિણીઓ સારામાં સારા મસાલા પસંદ કરીને એક વર્ષ માટે સ્ટોર કરતી હોય છે. પરંતુ આજના સમયમાં જેમ દરેક વસ્તુમાં ભેળસેળ થાય છે તેમ મસાલામાં પણ ભેળસેળ મોટા પ્રમાણમાં થાય છે. તો આ સીઝનમાં તમે ભેળસેળ યુક્ત મસાલાની ખરીદી કરવાથી બચી જાઓ તે માટે મહત્વની જાણકારી આપીએ. તમે કેટલીક ટિપ્સ અજમાવીને મસાલા અસલી છે કે નહીં તે ઓળખી શકો છો. આ રીતે ચેક કરીને મસાલાની ખરીદી કરશો તો ભેળસેળયુક્ત વસ્તુ લેવાથી બચી જશો અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે કારણ કે મસાલા ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. 

આ પણ વાંચો: 

હળદર

હળદરમાં પણ બજારમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે. ભેડસેડ કરવા માટે કેટલાક દુકાનદાર હળદરમાં મેટાનીલ યેલો કેમિકલ ઉમેરે છે. આવા કેમિકલયુક્ત હળદર પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. હળદર પાવડર ભેળસેળયુક્ત છે કે શુદ્ધ તે ચેક કરવા માટે થોડો હળદર પાવડર લેવો અને તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરવું. ત્યાર પછી તેને પાણીમાં ઉમેરો. જો પાણીનો રંગ બ્લુ, રીંગણી કે ગુલાબી થઇ જાય તો સમજી લેવું કે હળદર નકલી છે.

લાલ મરચું પાવડર

લાલ મરચા પાવડરમાં પણ ખૂબ જ ભેળસેળ કરવામાં આવે છે. મરચામાં ભેળસેળ કરવા માટે ઈંટનો પાવડર અને કલર નો ઉપયોગ થાય છે. આવો મસાલો ખાવાથી શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો મરચું પાવડર અસલી છે કે નહીં તે જાણવું હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી મરચું પાવડર ઉમેરો. જો મરચું પાવડર પાણીમાં તરે તો સમજી લેવું કે તે અસલી છે. જો તે પાણીમાં ડૂબી જાય તો આ પાવડર નકલી હશે.

ધાણા પાવડર 

ધાણા પાવડરમાં ભેળસેળ કરવા માટે વેપારીઓ ભુસુ છે પ્રાણીઓને ખવડાવવાનું હોય છે તેનો ઉપયોગ કરે છે. ધાણા પાવડર અસલી છે કે નકલી તે જાણવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા પાવડર મિક્સ કરો. જો ધાણા પાવડર અસલી હશે તો તે પાણીમાં નીચે બેસી જશે અને ભુસાવાળો પાવડર પાણીમાં તરતો રહેશે. આ સાથે જ તેમાં સુગંધ પણ આવશે જે તમને જણાવી દેશે કે ધાણા પાવડર અસલી છે કે નકલી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news