White Hair: વાળને નેચરલી કાળા રાખવા નિયમિત ખાવા લાગો આ 1 વસ્તુ, વાળ ઝડપથી સફેદ નહીં થાય
Foods For Black Hair: જાણીને આશ્ચર્ય થશે પરંતુ ડાયટના માધ્યમથી પણ તમે માથાના વાળને કાળા રાખી શકો છો તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી શકે છે. આ કામ કરવા માટે ડાયટમાં અલગ અલગ બીજનો સમાવેશ કરવો જોઈએ.
Foods For Black Hair: આધુનિક સમયમાં અલગ અલગ કારણોને લીધે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. સફેદ થયેલા વાળને કાળા કરવા માટે લોકો કલર અને મહેંદી જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ હકીકતે તો વાળને અંદરથી પોષણ આપવાની જરૂરિયાત હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા માથામાં વાળ કાળા જ રહે અને સફેદ વાળનો ગ્રોથ અટકે તો કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાનું શરૂ કરી દો.
આ પણ વાંચો: Long Hair: વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો પીવા લાગો આ ડ્રિંક્સ, ઝડપથી વધશે વાળ
સફેદ વાળને કાળા કરવા હોય તો ડાયટને મહત્વ આપવું જોઈએ. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ડાયટના માધ્યમથી પણ તમે માથાના વાળને કાળા રાખી શકો છો તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી શકે છે. આ કામ કરવા માટે ડાયટમાં અલગ અલગ બીજનો સમાવેશ કરવો જોઈએ. જેમકે સૂર્યમુખીના બી, અળસી, ચિયા સીડ્સ, પંપકીન સીડ્સ વગેરે. આ બીજને અલગ અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને નિયમિત લેવામાં આવે તો વાળને કાળા રાખવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર
આ બીજમાં સેલેનીયમ, ઝીંક, વિટામીન ઈ અને તાંબુ હોય છે. જે વાળ માટે જરૂરી વસ્તુઓ છે. તમે વાળની મોટાભાગની સમસ્યાઓને દૂર કરવા માંગતા હોય તો આ બીજનું સેવન શરૂ કરી દેવું જોઈએ. આ બીજ વાળને સફેદ થતાં અટકાવવામાં પણ મદદ કરે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. તેનાથી વાળ સોફ્ટ અને શાઈની પણ બનશે અને કાળા પણ રહેશે.
કયા બીજને કેવી રીતે ખાવા?
આ પણ વાંચો: Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર
વાળને કાળા રાખવા હોય તો આ બીજને તમે ચટણીમાં, સલાડમાં કે સ્મુધીમાં ઉમેરીને નિયમિત લઈ શકો છો. આ સિવાય તમે મુખવાસ તરીકે પણ તેને ખાઈ શકો છો.
- જો અળસીના બીનો ઉપયોગ કરવો હોય તો રોજ તમે શેકેલા અળસીના બીજની એક ચમચી ખાઈ લો.
- સફેદ વાળની સમસ્યા દૂર કરવી હોય તો સૂર્યમુખીના બીને શેક્યા વિના કોઈપણ સ્મુધી કે સલાડ સાથે લેવાનું શરૂ કરો.
- વાળની સમસ્યાને દૂર કરવા માટે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકાય છે. તેને તમે દૂધમાં, પાણીમાં કે દહીંમાં પલાળીને પણ પી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)