Summer Skin Care: એ વાત તો સૌ કોઈ જાણે છે કે નાળિયેર પાણીમાં  વિટામીન, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે આ નાળિયેર પાણી તમારા ચહેરાની સુંદરતાને પણ વધારી શકે છે. નાળિયેર પાણીની મદદથી ચહેરા પરથી ખીલ, ડાઘા, કરચલીઓને દૂર કરી શકાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જો તમે નાળિયેર પાણીનો ઉપયોગ ચહેરા માટે કરશો તો તેનાથી તમારો ચહેરો તરોતાજા દેખાશે. ગરમીના દિવસો માટે તમે ઘરે કોકોનટ વોટર મિસ્ટ તૈયાર કરી શકો છો. આ મિસ્ટનો રોજ ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને તાજગી ભરી દેખાશે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત પણ સુધરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


2 વસ્તુનો ઉપયોગ કરી ઘરે બનાવો Anti Rashes Oil, તુરંત મળશે રેશિસથી મુક્તિ


ઉનાળા દરમિયાન Skin Care માટે રોજ લગાવો કાકડીનું Facial Mist, આ રીતે બનાવો ઘરે જ


મહેંદી વિના આ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળમાં કરી શકો છો કલર... નહીં થાય આડઅસર


કોકોનેટ વોટર મિસ્ટ બનાવવાની જરૂરી સામગ્રી


એક કપ નાળિયેર પાણી
એક કાકડી


કેવી રીતે તૈયાર કરવું કોકોનેટ વોટર મિસ્ટ?


સૌથી પહેલા કાકડીને ખમણી લેવી અને તેનો રસ કપડાની મદદથી એક બાઉલમાં કાઢી લેવો. આ રસમાં નાળિયેર પાણી ઉમેરો અને બરાબર રીતે મિક્સ કરો. આ બંને વસ્તુને સ્પ્રે બોટલમાં ભરી અને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. આ કોકોનટ વોટરને દિવસમાં બેથી ત્રણ વખત ચહેરા પર છાંટો. તેનાથી બેસ્ટ રીઝલ્ટ જોવા મળશે.