2 વસ્તુનો ઉપયોગ કરી ઘરે બનાવો Anti Rashes Oil, તુરંત મળશે રેશિસથી મુક્તિ
Home Made Anti Rashes Oil: મોટાભાગના બ્યુટી પ્રોડક્ટ માં એસેન્સિયલ ઓઈલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આજે તમને એસેન્સિયલ ઓઈલની મદદથી એન્ટી રેશિસ ઓઇલ બનાવવાની રીત જણાવીએ. આ તેલની મદદથી તમે સરળતાથી સ્કીન રેશિસથી મુક્તિ મેળવી શકો છો.
Trending Photos
Home Made Anti Rashes Oil: એસેન્સિયલ ઓઈલમાં એવા ઘણા બધા તત્વો હોય છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટાભાગના બ્યુટી પ્રોડક્ટ માં એસેન્સિયલ ઓઈલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આજે તમને એસેન્સિયલ ઓઈલની મદદથી એન્ટી રેશિસ ઓઇલ બનાવવાની રીત જણાવીએ. આ તેલની મદદથી તમે સરળતાથી સ્કીન રેશિસથી મુક્તિ મેળવી શકો છો. સાથે જ તેનાથી તમારી સ્કિન ક્લિયર અને ગ્લોઇંગ દેખાશે.
આ પણ વાંચો:
એન્ટી રેશિસ ઓઇલ બનાવવાની સામગ્રી
10 થી 12 ટીપા લેવેન્ડર ઓઇલ
30 ml નાળિયેર તેલ અથવા ઓલિવ ઓઈલ
એન્ટી રેશિસ ઓઇલ કેવી રીતે બનાવવું
આ તેલ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં નાળિયેરનું તેલ લેવું અને તેમાં લેવેન્ડર ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરો. બસ બનીને તૈયાર થઈ ગયું તમારું એન્ટી રેશિસ ઓઇલ. આ તેલનો ઉપયોગ કરતા પહેલા તમારા ચહેરાને બરાબર રીતે સાફ કરી લેવો. ત્યાર પછી આ તેલને સ્કીન ઉપર રેશિસ થયા હોય તે જગ્યાએ લગાડો. 30 મિનિટ માટે તેલ ને રહેવા દો અને પછી સ્કીનને સારી રીતે સાફ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે