Monsoon: ચોમાસામાં બાળકોને ખવડાવો આ વસ્તુ, પછી વરસાદમાં પલળશે તો પણ માંદા નહીં પડે
Monsoon: આ સિઝન દરમિયાન સૌથી વધારે બીમારીઓ ફેલાય છે ખાસ કરીને બાળકો માટે આ સીઝન ખુબ જ સંભાળવાની હોય છે. જો તમારી ઈચ્છા હોય કે તમારું બાળક ચોમાસા દરમિયાન બીમાર ન પડે તો તેની ડાયટ ઉપર ખાસ ધ્યાન આપો અને કેટલાક જરૂરી ફેરફાર કરો. બાળકને ચોમાસા દરમિયાન કેટલીક વસ્તુઓ અચૂક ખવડાવી જોઈએ અને કેટલીક વસ્તુઓ ખવડાવવાનું ટાળવું જોઈએ.
Monsoon: દેશભરમાં ચોમાસુ સક્રિય થયું છે અને વરસાદનો પહેલો રાઉન્ડ પણ વરસી ચુક્યો છે. તેવામાં જો સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ચોમાસુ ભારે પડી શકે છે. આ સિઝન દરમિયાન સૌથી વધારે બીમારીઓ ફેલાય છે ખાસ કરીને બાળકો માટે આ સીઝન ખુબ જ સંભાળવાની હોય છે. જો તમારી ઈચ્છા હોય કે તમારું બાળક ચોમાસા દરમિયાન બીમાર ન પડે તો તેની ડાયટ ઉપર ખાસ ધ્યાન આપો અને કેટલાક જરૂરી ફેરફાર કરો. બાળકને ચોમાસા દરમિયાન કેટલીક વસ્તુઓ અચૂક ખવડાવી જોઈએ અને કેટલીક વસ્તુઓ ખવડાવવાનું ટાળવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાથી ચોમાસા દરમિયાન બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે.
આ પણ વાંચો:
Diabetes Diet: હાઈ બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી
ડાયાબિટીસનું નવું લક્ષણ આવ્યું સામે, શરીરમાં આ ફેરફાર તો તુરંત કરજો ડોક્ટરનો સંપર્ક
હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા
કારેલા
મોટાભાગના બાળકોને કારેલા ખાવા પસંદ નથી પરંતુ ચોમાસા દરમિયાન બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તેને કારેલા ખવડાવવાનું રાખો. કારેલામાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ચોમાસા દરમિયાન રોગો સામે લડવાની શરીરની શક્તિ વધારે છે.
દાળ
ચોમાસા દરમિયાન બાળકોને ડાયટમાં દાળ પણ અચૂક આપવી. અલગ અલગ પ્રકારની દાળનો ઉપયોગ રોજ કરવો જોઈએ. દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તે એનર્જી પણ વધારે છે સાથે જ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે.
હળદરવાળું દૂધ
ચોમાસા દરમિયાન બાળકોને દૂધ પીવડાવવું જરૂરી છે પરંતુ તેમાં હળદર ઉમેરી દેવી જોઈએ. હળદર વાળું દૂધ પીવાથી બાળકોની ઇમ્યુનિટી મજબૂત થાય છે. અને તેઓ વારંવાર બીમાર પડતા નથી.
ડ્રાયફ્રુટ્સ
ચોમાસાના દિવસોમાં ડ્રાયફ્રુટ પણ ખાવા જોઈએ. ડ્રાયફ્રુટમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે બોડીને એનર્જેટિક રાખે છે જેના કારણે ચોમાસા દરમિયાન બાળકો ઓછા બીમાર પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)