Cooking Tips: વરસાદી વાતાવરણમાં જો ગરમાગરમ રાજમા મળી જાય તો બીજું કંઈ ન જોઈએ. પરંતુ રાજમા એવી વસ્તુ છે જેને બપોરે ભોજનમાં બનાવવા હોય તો આગલા દિવસે રાત્રે પલાળવા પડે છે. જો રાત્રે ભોજનમાં બનાવવા હોય તો રાજમાને સવાર સવારમાં પાણીમાં પલાળી દેવા પડે છે. અન્ય કઠોળની સરખામણીમાં રાજમાને પલળતા વાર પણ લાગે છે. તેવામાં જો તમે રાજમા અને રાઈસ બનાવવાનું પ્લાનિંગ કરી લીધું હોય અને રાજમા પલાળતા જ ભુલી ગયા હોય તો બધા જ પ્લાનિંગ પર પાણી ફરી વડે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Skin Care: જાણો એવા ત્રણ શાકભાજી વિશે જેના રસથી 10 મિનિટમાં ચમકી જાય છે ચહેરો


બદલતા વાતાવરણમાં આ 5 વસ્તુઓ ખાવા પર રાખવું જોર, વાયરલ ઈન્ફેકશનનો નહીં બનો ભોગ


વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં બેસ્ટ છે આ 6 દેશ, ફ્રી એજ્યુકેશનની આપે છે ઓફર


પરંતુ આવું તમારી સાથે નહીં થાય. કારણ કે આજે તમને જણાવીએ કે પલાળ્યા વિના રાજમાને કેવી રીતે બનાવી શકાય. જો તમે રાત્રે રાજમા પલાળતા ભૂલી ગયા હોય અને તેમ છતાં બપોરના ભોજનમાં તમારે સ્વાદિષ્ટ રાજમાં બનાવવા હોય તો આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સ ફોલો કરશો તો પલાળ્યા વિના પણ પરફેક્ટ રાજમા બાફીને તૈયાર કરી શકો છો.


પલાળ્યા વિના રાજમા બનાવવા પડે તેમ હોય તો સૌથી પહેલા રાજમાને બરાબર પાણીમાં સાફ કરીને ગરમ પાણીમાં 20 મિનિટ માટે રાખો. 20 મિનિટ પછી કુકરમાં રાજમા હોય તેના કરતાં વધારે પાણી લઈ તેમાં રાજમાં ઉમેરો. હવે પાણીમાં બેકિંગ સોડા અને મીઠું ઉમેરો. ત્યાર પછી સીટી લગાડીને રાજમામાં ચારથી પાંચ સીટી વગાડો. 


આ પણ વાંચો:


White Hair: સફેદ વાળની ચિંતા આ શાક કરશે દુર, માથાના સફેદ વાળ કુદરતી રીતે થશે કાળા


Towel Wrapping: નહાયા પછી ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓ


પાંચ સીટી પછી કુકરનું ઢાંકણું ખોલી અને તેમાં ફરીથી ગરમ પાણી ઉમેરીને ચાર સીટી વગાડો. એટલે કે તમારે રાજમાને કુકરમાં બે વખત બાફવાના છે. રાજમા બાફી લીધા બાદ જ્યારે તમે તેને કુકરમાં ઉકાળો ત્યારે તેમાં એક સોપારી અને બરફનો ટુકડો ઉમેરવો. ત્યાર પછી ધીમી આંચ પર રાજમાને ઉકળવા દો. થોડા જ સમયમાં તમે જોશો કે પલાળ્યા વિના પણ રાજમા સરસ રીતે પાકી ગયા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય  જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)