Skin Care: જાણો એવા ત્રણ શાકભાજી વિશે જેનો રસ 10 મિનિટમાં ચમકાવી દેશે ચહેરો

Skin Care: જો તમે તમારા સ્કિન કેર રૂટીનમાં આ 3 વસ્તુઓનો સમાવેશ કરશો તો થોડા જ દિવસોમાં તમે ફરક અનુભવશો. તેના ઉપયોગથી 10 જ મિનિટમાં ચહેરાની ચમક વધેલી જોવા મળે છે. તો ચાલો તમને જણાવીએ કે તમે તમારી ત્વચા માટે કયા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. 

Skin Care: જાણો એવા ત્રણ શાકભાજી વિશે જેનો રસ 10 મિનિટમાં ચમકાવી દેશે ચહેરો

Skin Care: લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને તો ખૂબ જ સાવધાન રહે છે. પરંતુ વાત ત્વચાની આવે તો મોટાભાગના લોકો બેદરકાર બની જાય છે. જ્યારે ત્વચા ડેમેજ થવા લાગે તો પછી સફાળા જાગી અને ત્વચાની સંભાળ માટેના ઉપાયો શોધવા લાગે. પરંતુ તેના કરતાં ત્વચા ડેમેજ થાય ત્યાં સુધી રાહ જોયા વિના નિયમિત કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી ત્વચાની સંભાળ રાખવી જોઈએ. જો તમે બીજું કંઈ ન કરો અને રોજના ઉપયોગમાં આવતા કેટલાક શાક અને ફળનો ઉપયોગ સ્કીન કેરમાં કરશો તો પણ તમને બેસ્ટ રીઝલ્ટ જોવા મળશે. 

જો તમે તમારા સ્કિન કેર રૂટીનમાં આ 3 વસ્તુઓનો સમાવેશ કરશો તો થોડા જ દિવસોમાં તમે ફરક અનુભવશો. તેના ઉપયોગથી 10 જ મિનિટમાં ચહેરાની ચમક વધેલી જોવા મળે છે. તો ચાલો તમને જણાવીએ કે તમે તમારી ત્વચા માટે કયા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. 

આ પણ વાંચો:

1. કેળા
કેળા સ્વાસ્થ્ય માટે જેટલા લાભકારી છે એટલા જ લાભકારી ત્વચા માટે છે. કેળા કેલ્શિયમ, ડાયેટરી ફાઈબર અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. કેળાને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેનું સેવન કરવા ઉપરાંત તમે કેળાનો ફેસ માસ્ક પણ બનાવી શકો છો. તેને તમારા ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે.

2. લીંબુ
લીંબુ વિટામિન-સીનો ખજાનો છે. લીંબુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ ચહેરાના ડાઘ દુર કરવા માટે પણ કરી શકાય છે. લીંબુને ત્વચા પર લગાવવાથી ત્વચાની ચમક વધે છે. તમે તેનો ઉપયોગ ક્લિંઝર તરીકે પણ કરી શકો છો. તેનાથી આંખ નીચેના ડાર્ક સર્કલ પણ દુર થાય છે.

3. ટમેટા
ટમેટા હાલ તો એટલા મોંઘા છે કે રસોઈમાં પણ સમજીને વાપરવા પડે છે. પણ જ્યારે ટમેટા સસ્તા થાય તો તેનો ઉપયોગ ત્વચા પર કરી શકાય છે. ટમેટાના રસમાં વિટામિન-સી અને લાઇકોપીન ભરપૂર માત્રામાં હોય છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચા પર કરચલીઓ પડતી અટકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news