Makeup Tips: વરસાદી વાતાવરણમાં ભેજ, ગરમી અને પાણીના કારણે મેકઅપ ખરાબ થઈ જાય છે. ચોમાસામાં મેકઅપ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ચોમાસામાં મેકઅપ ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેમાં પણ જો વરસાદમાં પલળી જવાય તો પાણીની સાથે ચહેરા પરથી મેકઅપ પણ ટપકવા લાગે છે. ચોમાસા દરમિયાન જો મેકઅપને લઈને બેદરકારી રહી જાય તો ત્વચા વધારે ડ્રાય બની જાય છે અને ત્વચા ખૂબ જ ખરાબ પણ દેખાય છે. આજે તમને ચોમાસામાં પણ મેકઅપ સાથે સુંદર કઈ રીતે દેખાવું તેના માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસામાં મેકઅપ માટેની ટિપ્સ 


આ પણ વાંચો: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો


- ચોમાસા દરમિયાન મેકઅપ કરવા માટે ક્રીમ બેસ છોડી પાવડર બેઝ મેકઅપનો ઉપયોગ કરવો. લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો તો તેમાં થોડો લુઝ પાઉડર મિક્સ કરી દેવો. આ ટીપ્સ ફોલો કરશો તો તમારો મેકઅપ લુક અલગ જ દેખાશે. 


- મેકઅપ કરતી વખતે મોટા ફાઉન્ડેશન બ્રશથી પાતળી લેયરમાં ધીરે ધીરે કવરેજ કરો જેથી તમને બેદાગ લુક મળે..


આ પણ વાંચો: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? જાણો બંનેના ફાયદા અને નુકસાન વિશે


- મેકઅપ અપ્લાય કરતા પહેલા થોડી મિનિટ ચહેરા પર બરફથી મસાજ કરી લો. બરફથી મસાજ કરવાથી ચહેરા પરની ચિકાશ દુર થઈ જશે અને મેકઅપ પણ લાંબો સમય સુધી ટકશે. 


- ચહેરાની સાથે મેકઅપને ગરદન પર પણ અપ્લાય કરવો જરૂરી છે તેનાથી મેકઅપને ઇવન ટોન મળશે. 


આ પણ વાંચો: Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ


- વરસાદી વાતાવરણમાં મેકઅપ કરીને બહાર જવાનું હોય તો પ્રાઇમર યુઝ કરવું બેસ્ટ રહેશે. તેનાથી ફાઉન્ડેશન લાંબા સમય સુધી ટકે છે અને પરસેવો પણ થતો નથી. 


- આઈ મેકઅપ કરવા માટે ચોમાસા દરમિયાન આઈ પેન્સિલનો ઉપયોગ કરો લિક્વિડ આઈલાઈનરનો ઉપયોગ કરવાનું ટાળો. 


આ પણ વાંચો: વાળને નેચરલી કાળા રાખવા નિયમિત ખાવા લાગો આ 1 વસ્તુ, વાળ ઝડપથી સફેદ નહીં થાય


- ચોમાસા દરમિયાન હંમેશા મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી હોઠ સુંદર લાગે છે..


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)