Chocolate Face Mask: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો

Chocolate Face Mask: ચોકલેટ સ્કીનને અંદરથી મોઈશ્ચરાઈઝ કરે છે. તેનાથી ત્વચાની ચમક વધે છે. ચોકલેટ ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે જેના કારણે વધતી ઉંમરની અસરને અટકાવી શકાય છે. ચોકલેટમાં ઝીંક હોય છે જે એકનેની સમસ્યાને દૂર કરે છે.

Chocolate Face Mask: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો

Chocolate Face Mask: વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ પડે તે નોર્મલ છે. વધતી ઉંમરની અસરની જે પ્રક્રિયા છે તેને તો અટકાવી શકાતી નથી પરંતુ આ પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. તેના માટે જો તમે યોગ્ય સમયે સ્કીનની યોગ્ય રીતે માવજત કરવાની શરૂઆત કરી દેશો તો ત્વચા પર દેખાતી વધતી ઉંમરની અસરને કંટ્રોલ કરી શકાય છે. 

સ્કિન કેર રૂટિનમાં જો તમે ચોકલેટનો સમાવેશ કરો છો તો તેનાથી તમને ગજબના ફાયદા જોવા મળશે. સ્કિનને રીપેર કરવા માટે અને તેને સુંદર બનાવવા માટે તમારે મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ નહીં કરવો પડે. ચોકલેટની મદદથી તમે સ્કિનને હેલ્ધી અને યુવાન રાખી શકો છો. 

ચોકલેટથી સ્કીનને થતા ફાયદા 

ચોકલેટ સ્કીનને અંદરથી મોઈશ્ચરાઈઝ કરે છે. તેનાથી ત્વચાની ચમક વધે છે. ચોકલેટ ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે જેના કારણે વધતી ઉંમરની અસરને અટકાવી શકાય છે. ચોકલેટમાં ઝીંક હોય છે જે એકનેની સમસ્યાને દૂર કરે છે.

ચોકલેટના એન્ટી એજિંગ ફેસ માસ્ક 

ચોકલેટ અને ફ્રુટ

ત્વચા માટે ફાયદાકારક ચોકલેટનું ફેસ માસ્ક બનાવવા માટે એક બ્લેન્ડરમાં થોડી ડાર્ક ચોકલેટ, અડધું કેળૂ અને સંતરાનો એક ટુકડો ઉમેરો. આ બધી વસ્તુને પીસી સ્મુધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 5 મિનિટમાં મસાજ કરો. ત્યાર પછી 15 મિનિટ માટે માસ્ક ને સુકાવા દો. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ફેસપેકને સાફ કરો. આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકાય છે. 

ચોકલેટ અને મુલતાની માટી 

બે પીસ ડાર્ક ચોકલેટના લઈ તેને ઓગાળી લો. હવે તેમાં એક ચમચી મુલતાની માટી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. આ પેસ્ટ સુકાઈ જાય પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. 

ચોકલેટ અને મધ 

ડાર્ક ચોકલેટને ઓગાળી તેમાં થોડું મધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને સુકાય પછી નોર્મલ પાણીથી સાફ કરી લો. 

આ વાતનું રાખો ધ્યાન 

- ચોકલેટના ફેસપેક લગાડતા પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરવો. 

- ચોકલેટના ફેસપેકને આંખની આસપાસ ન લગાડો. 

- ચોકલેટનો ફેસપેક હટાવો ત્યારે સર્ક્યુલર મોશનમાં મસાજ કરતા કરતા તેને સાફ કરવો.

- ચોકલેટને વધારે પ્રમાણમાં ચહેરા પર ન લગાડવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news