Flour storage Hacks: દરેક ઘરના રસોડામાં ઘઉંના લોટની સાથે અલગ અલગ પ્રકારના લોટ રાખવામાં આવે છે. આ લોટનો ઉપયોગ અલગ અલગ પ્રકારની વાનગીમાં થાય છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે સ્ટોર કરેલા લોટનો ઉપયોગ કરવા ડબ્બો ખોલો તો તેમાં જીવડા જોવા મળે છે. તેવામાં તેનો ઉપયોગ થયો ન હોય તો પણ ફેંકી દેવો પડે છે. ત્યારે આજે તમને કેટલીક ટ્રિક્સ જણાવીએ છીએ જેને અપનાવીને તમે લોટને મહિનાઓ સુધી સાચવી શકો છો અને તેમાં જીવડા પણ નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ રીતે સ્ટોર કરશો તો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે મીઠો લીમડો


ફ્રીજમાં રાખેલો લોટ થઈ જતો હોય કાળો તો આ રીતે કરો તેને સ્ટોર, નહીં બદલે રંગ અને રહેશ


તમે તો નથી ખરીદ્યુંને નકલી સિંધવ મીઠું ? આ 3 રીતે ચકાશો મીઠું અસલી છે કે નકલી


લોટમાં ઉમેરો મીઠું


જ્યારે તમે લોટને ઘરે લઈ આવો ત્યારે તેમાં થોડું મીઠું છાંટી દેવું. જે વસ્તુ માં મીઠું છાંટેલું હોય તેમાં જીવડા પડતા નથી. એર ટાઈટ કન્ટેનરમાં લોટ ભરી તેમાં ઉપરથી મીઠું છાંટી દેવો તેનાથી લોટ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. 


લોટમાં રાખો તમાલપત્ર


જો તમે લોટમાં મીઠું ઉમેરવા નથી માંગતા તો મીઠાની જગ્યાએ તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. તમાલપત્રની સુગંધથી કીડા લોટમાં પડતા નથી. જે પણ કન્ટેનરમાં તમારે લોટને રાખવાનો હોય તેમાં લોટ ભરી ઉપરથી પાંચથી છ પત્તા મૂકી દેવા. 


ફ્રિજમાં કરો લોટને સ્ટોર


કેટલાક લોટનો ઉપયોગ ક્યારેક ક્યારેક થતો હોય છે. તેવામાં આ પ્રકારના લોટને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ. ફ્રિજમાં સ્ટોર કરવાથી લોટ ખરાબ થશે નહીં અને મહિનાઓ સુધી ઉપયોગ કરવાને લાયક રહેશે. ફ્રિજમાં લોટ સ્ટોર કરવો હોય ત્યારે પ્લાસ્ટિક બેગને દૂર કરી કન્ટેનરમાં તેને ભરી લેવો.