How to Gain Weight: જે લોકો અતિશય દુબળા હોય છે તેવું પોતાના વજનને વધારવા માટે ચિંતિત રહે છે. અતિશય દુબળું શરીર પણ ચિંતાનું કારણ હોય છે. અતિશય દુબળા લોકોની પર્સનાલિટી પણ પડતી નથી અને તેમનામાં આત્મવિશ્વાસની પણ કમી હોય છે. એવું નથી કે ભોજન ના અભાવના કારણે લોકો દુબળા રહે છે પરંતુ ખોરાક નહીં ખોટી આદતોના કારણે પણ લોકોનું હોવું જોઈએ તેટલું વજન વધતું નથી.. જો આવી સમસ્યા તમારી પણ હોય અને તમે પણ અતિશય દુબળા હોય તો 10 થી 15 દિવસમાં તમારા વજનમાં વધારો થાય તેવી ટીપ્સ આજે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન વધારવા માટે શું ખાવું?


આ પણ વાંચો:


Skin Care: બેજાન ત્વચામાં આવી જશે ગ્લો, ચહેરા પર લગાવો દૂધથી બનેલા આ 4 ફેસપેક


ચોખાનું પાણી સ્કીન અને હેર માટે છે બેસ્ટ, આ રીતે ઉપયોગ કરશો તો શરીર પણ રહેશે હેલ્ધી


આ નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળ 30 મિનિટમાં થઈ જશે કાળા, નહીં થાય કોઈ આડઅસર


ડેરી વસ્તુઓ ખાઓ
દૂધ, દહીં, માખણ, ઘી, ચીઝ વગેરે તમામ પ્રકારની ડેરી એટલે કે દૂધમાંથી બનેલી વસ્તુઓ વજન વધારવામાં મદદ કરશે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તમને આનો લાભ મળશે.


કેળાથી વધશે વજન
તેમાં ઘણી બધી એનર્જી, કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. આના નિયમિત સેવનથી તમારું વજન વધશે. જમતી વખતે યોગ અને કસરત પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારી શારીરિક જાળવણી જળવાઈ રહેશે.


મકાઈ પણ ફાયદાકારક
ઠંડીની સિઝનમાં વજન વધારવા માટે મકાઈ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમને ઘણી એનર્જી મળશે અને પાચનક્રિયા પણ સુધરશે. તેમાં ફાઈબરની સાથે ઘણા પોષક તત્વો પણ હોય છે.


આ પણ વાંચો:


Skin Care: બ્લેકહેડ્સને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, ટ્રાય કરો કોઈ એક ઉપાય


તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત


બટેટા પાતળાપણું દૂર કરશે
બટાકા ખાવા એ પણ દુર્બળ દૂર કરવા માટે એક સારી રીત છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી ભરપૂર માત્રામાં હોય છે, જે વજન વધારવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.


ઘી સાથે ગોળ ખાવો
ઘી સાથે ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી તમારું વજન તો વધશે જ સાથે જ તમે શરદીથી પણ બચી શકશો. તે શરીરમાં ચરબીની માત્રા વધારવાનું કામ કરે છે.


Disclaimer:- વજન વધારવાને લઇને આ સ્ટોરી સામાન્ય જાણકારી અને ઘરેલુ નુસખાના આધારે લખવામાં આવી છે. કોઇપણ પ્રકારના ઉપાયને અજમાવતાં પહેલાં ડોક્ટર અથવા ફિજીશિયનનો સંપર્ક કરો. ZEE 24 KALAK આ સલાહ અને સારવારની નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતું ફક્ત જાણકારી પહોંચાડવાનો છે.