ચોખાનું પાણી સ્કીન અને હેર માટે છે બેસ્ટ, આ રીતે ઉપયોગ કરશો તો શરીર પણ રહેશે હેલ્ધી
Rice Water: મોટાભાગે લોકો ઘરમાં ભાત છુટા બનાવતા હોય છે એટલે કે પાણીમાં ચોખા ઉકાળી અને ભાત બનાવે. ત્યારબાદ જે પાણી ચોખામાં વધે તેને ફેંકી દેતા હોય છે. પરંતુ આ ચોખાનું પાણી ફેંકવાને બદલે ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય, સ્કીન અને વાળને ખૂબ જ ફાયદા થાય છે.
Trending Photos
Rice Water: દરેક ઘરમાં ભોજનમાં ભાત અચૂક બને છે. ભાત વિના ભોજન અધૂરું લાગે છે. ભાત કોઈપણ વાનગી સાથે લઈ શકાય છે તેથી ભાતને અલગ અલગ રીતે રોજ બનાવવામાં આવે છે. કેટલાક લોકો ભાતને કુકરમાં બનાવે છે તો કેટલાક લોકો પાણીમાં ઉકાળીને ભાત તૈયાર કરે છે. પરંતુ મોટાભાગે લોકો ભાત બનાવ્યા પછી પાણીને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચોખા બનાવેલું આ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ? નથી જાણતા તો આજે તમને જણાવીએ ચોખાના આ પાણીથી થતા ફાયદા વિશે.
આ પણ વાંચો:
મેટાબોલિઝમ
ચોખાના પાણીમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ડાયજેશન સુધરે છે. તેથી આ પાણીને ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો.
ત્વચા માટે
ચોખાનું પાણી ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ચહેરાના બ્લેકહેડ્સ, વાઈટ હેડ્સ, ડેડ સ્કીનની સમસ્યાને ઝડપથી દૂર કરે છે.
એલર્જી
જો તમારા શરીરમાં એનર્જીનો અભાવ હોય તો તમે ચોખાના પાણીનું સેવન કરી શકો છો. તેનાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને થાક પણ દૂર થાય છે.
વાળ માટે બેસ્ટ
જો તમારા વાળમાં કન્ડિશનર નો ઉપયોગ ન કરવો હોય તો તેનો બેસ્ટ ઓપ્શન ચોખાનું પાણી છે. ચોખાના પાણીને વાળમાં લગાડીને થોડીવાર વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને સાફ પાણીથી ધોઈ લો. આમ કરવાથી વાળમાં કન્ડિશનર જેવી ઇફેક્ટ આવી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે