Hair Care: આ નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળ 30 મિનિટમાં થઈ જશે કાળા, નહીં થાય કોઈ આડઅસર

Hair Care Tips: સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલયુક્ત કલર કરવામાં મન ન માનતું હોય તો આજે તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવા માટેના ઘરગથ્થુ ઈલાજ. ઘરના રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરી શકો છો. આ વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવાથી સફેદ વાળ ઉગતા જ બંધ થઈ જાય છે. કારણ કે તે વાળને કાળા કરવાની સાથે પોષણ પણ પુરું પાડે છે.

Hair Care: આ નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળ 30 મિનિટમાં થઈ જશે કાળા, નહીં થાય કોઈ આડઅસર

Hair Care Tips: વધતી ઉંમરમાં વાળ સફેદ થાય તે સામાન્ય વાત છે પરંતુ ખરાબ જીવનશૈલી હોય તો નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળની સમસ્યા આજના સમયમાં કોલેજ જતા યુવાનોને પણ સતાવતી હોય છે. નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો તેના કારણે લોકો ઝડપથી કલર કરાવતા થઈ જાય છે. પરંતુ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ વાળને વધારે નુકસાન કરે છે. આવી સ્થિતિમાં તમે ઘરે કેટલીક નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળને કલર કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર પણ નહીં થાય અને ગણતરીની મિનિટોમાં સફેદ વાળ કાળા થઈ જશે.

સફેદ વાળને કાળા કરતી વસ્તુઓ

આ પણ વાંચો:

બ્લેક ટી

ચાનો ઉપયોગ તમે વાળને કલર કરવા માટે પણ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણી ઉકાળવું અને તેમાં એક ચમચી ચા ઉમેરી દો. ચા બરાબર ઊકળે પછી તેને ગાડી લો. આ પાણી ઠંડુ થાય એટલે તેને વાળમાં લગાડો અને એક કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.

કોફી

કોફીનો ઉપયોગ કરીને પણ તમે વાળને કલર કરી શકો છો તેના માટે એક ગ્લાસ પાણીને ખૂબ જ ઉકાળો અને પછી તેમાં એક ચમચી કોફી ઉમેરો. પાણી અડધું બચે પછી તેને ઠંડુ કરી વાળમાં લગાડો.

આમળા

આમળાનો ઉપયોગ કરીને પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. એક બાઉલમાં 2 ચમચી આમળા પાવડર લઈ તેમાં 2 ચમચી મહેંદી પાવડર ઉમેરી જરૂર અનુસાર પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં 1 કલાક માટે લગાવો અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો. 

આ પણ વાંચો:

કલોંજી

કલોંજીથી પણ વાળ કાળા કરી શકાય છે. તેના માટે 1 ચમચી કલોંજીનો પાવડર લઈ તેમાં 1 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળમાં બરાબર લગાવો. 1 કલાક પછી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં એકવાર કલોંજીને 3 મહિના સુધી લગાવશો એટલે સફેદ વાળ કાયમ માટે કાળા થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news