તવા પર ચોંટી જતો હોય ઢોસો તો આ ટ્રીક કરો ફોલો, 5 મિનિટમાં ઉતરવા લાગશે ક્રિપ્સી ઢોસા
Cooking Tips: આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં ઢોસા નોનસ્ટીક પેન પર બનાવવામાં આવે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ વાનગી હકીકતમાં તો લોઢાના તવા પર વધારે સારી બને છે. પરંતુ જો લોઢાના તવા પર ઢોસો કરવામાં આવે તો તે ચોંટી જાય તેનું રીસ્ક વધી જાય છે.
Cooking Tips: સાઉથ ઈંડિયન વાનગીઓમાં ઢોસા સૌથી લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને ક્રિસ્પી પેપર ઢોસા કોને ન ભાવે? ચોખા અને દાળના મિશ્રણથી તૈયાર થતાં ઢોસા નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં ઢોસા નોનસ્ટીક પેન પર બનાવવામાં આવે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ વાનગી હકીકતમાં તો લોઢાના તવા પર વધારે સારી બને છે. પરંતુ જો લોઢાના તવા પર ઢોસો કરવામાં આવે તો તે ચોંટી જાય તેનું રીસ્ક વધી જાય છે. પરંતુ તમે લોઢાના તવા પર પણ ક્રિસ્પી પેપર ઢોસો ઉતારી શકો છો. તેના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો:
Weight Loss: વધેલા વજનની ચિંતા કરવાનું છોડી ફોલો કરો આ ડાયટ પ્લાન, ફટાફટ ઘટશે વજન
આલિયા ભટ્ટે જણાવ્યું ફિટનેસ સીક્રેટ, હેલ્થ અને બ્યુટી માટે રોજ ખાય છે આ સલાડ
Nita Ambani handbag cost: નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલો...
ઢોસાનું ખીરું
જો તમે ઢોસાને ક્રિસ્પી બનાવવા માંગો છો તો ચોખા અને દાળને પીસતી વખતે તેમાં એક મુઠ્ઠી પોહા પણ ઉમેરી જો. તેનાથી ઢોસા ક્રિસ્પી બનશે.
ઢોસાના ખીરુંમાં રવો ઉમેરો
ઢોસાના બેટર સારી રીતે આથો આવી જાય પછી તેને ઉપયોગમાં લેવાની 30 મિનિટ પહેલા તેમાં થોડો રવો ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
તવાને દર વખતે બરાબર સાફ કરો
એક ઢોસો ઉતરી જાય પછી બીજા ઢોસા માટે ખીરું તવા પર રેડો તે પહેલા તવાને બરાબર સાફ કરો. તેના માટે એક ભીના કપડાથી તવાને સારી રીતે સાફ કરો.
તવા પર બટેટું ઘસો
ઢોસા બનાવતા પહેલા તવાને ગેસ પર રાખી અને તેના પર અડધા બટેટાને તેલવાળું કરી તવા પર ઘસી લો. આમ કરવાથી ઢોસો બરાબર ક્રિસ્પી ઉતરશે.
ઢોસાનું બેટર વધારે ઠંડુ ન કરવું
જો તમે ઢોસાનું તૈયાર બેટર લીધું છે તો તે ફ્રિજમાં રાખેલું હશે. પરંતુ ઢોસા બનાવતા પહેલા તે રુમ ટેમ્પરેચર પર આવી જાય તે રીતે રાખવું. ઠંડું ખીરું હશે તો તવા પર ઢોસો ચોંટશે.