Fenugreek Powder Face Pack: ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે મેથીના દાણાનો ઉપયોગ વાળ માટે અને ડાયાબિટીસની સમસ્યા ઉપરાંત સ્કીન કેરમાં પણ કરી શકાય. મેથીના દાણા ત્વચાને પણ ફાયદો કરે છે. તેનો ઉપયોગ કરીને તમે ડાર્ક સર્કલ, ખીલ, ચહેરા પરના ડાઘ, કરચલી અને ફાઈન લાઇન્સ થી મુક્તિ મેળવી શકો છો. આજે તમને મેથીના દાણાથી બનતા કેટલાક એવા ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા તરોતાજા દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેથીના દાણાના ફેસપેક


મેથીનો આ ફેસપેક બનાવવા માટે એક ચમચી મેથીનો પાઉડર લઈ તેમાં એક ચમચી કાકડીની પ્યુરી અને થોડા ટીપા ગ્લિસરીનના ઉમેરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ માટે લગાડો અને પછી હળવા હાથે સ્ક્રબ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. ચહેરો સાફ કર્યા પછી ચહેરા પર કોઈપણ પ્રકારનું મોઈશ્ચરાઈઝર કે ક્રીમ ન લગાડવું. 


આ પણ વાંચો:


બહાર નીકળેલું પેટ કરવું હોય અંદર તો ઘઉંનો લોટ છોડો, આ 4 લોટની રોટલી ખાવાનું કરો શરુ


આ 5 નેચરલ વસ્તુઓ ત્વચાને ક્લીન કરવા માટે બેસ્ટ, ફેસવોશ કરતાં સારી રીતે કરે છે કામ


Hair Care: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, જો રસોડામાં રહેલી આ વસ્તુઓથી ધોશો વાળ


કાકડી અને ગ્લિસરીન


કાકડી અને ગ્લિસરીન એવી વસ્તુઓ છે જે ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. સાથે જ મેથી દાણાનો ઉપયોગ કરવાથી બેજાન ત્વચામાં રોનક આવી જાય છે. 


મેથી અને એલોવેરા


આ ફેસપેક બનાવવા માટે બે ચમચી મેથી દાણાનો પાવડર લઈ તેમાં ત્રણ ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. જો તમારી પાસે ફ્રેશ જેલ ન હોય તો તમે બજારમાં ઉપલબ્ધ જેલ પણ વાપરી શકો છો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાડો. ત્યાર પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.


મેથી અને મધ


મેથી અને મધનું કોમ્બિનેશન પણ સ્કીન માટે મેજિકલ સાબિત થાય છે. તેના માટે મેથીના પાવડરને એક બાઉલમાં લઈ તેમાં બે ચમચી મધ ઉમેરો. ત્યાર પછી જરૂર જણાય તો તેમાં થોડું પાણી ઉમેરીને આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.


આ પણ વાંચો:


કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ


સફેદ વાળમાં નહીં કરવો પડે કલર, વર્ષો જુનો આ દેશી નુસખો સફેદ વાળને મૂળમાંથી કરશે કાળા


ડાર્ક સર્કલથી છો પરેશાન? ભોજનમાં સામેલ કરો આ સુપર ફૂડ, 7 દિવસમાં દેખાવા લાગશે અસર


મેથી અને લીંબુ


મેથી અને લીંબુનો ફેસપેક બનાવવો પણ ખૂબ જ સરળ છે તેના માટે ત્રણ ચમચી મેથીના પાવડરને રાત્રે પાણીમાં પલાળી દેવો. સવારે તેમાં થોડી મુલતાની માટી અથવા ચણાનો લોટ, લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર તમે 15 મિનિટ માટે લગાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)