Home Remedies: કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ

Home Remedies: ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અણગમતા વાળને દુર કરી શકો છો. આજે તમને આવો  જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ સરળતાથી દુર કરી શકાય છે.  

Home Remedies: કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ

Home Remedies: ચહેરા પરના અણગમતા વાળ સુંદરતા પર ગ્રહણ લગાવે છે. ચહેરાના આ અણગમતા વાળને દુર કરવા માટે યુવતીઓ પાર્લરમાં જાય છે અથવા તો વેક્સ કે પછી હેર રિમૂવલ ક્રિમનો ઉપયોગ કરે છે. આ સિવાય ઘણી યુવતીઓ સમયે સમયે લેસર ટ્રીટમેન્ટ કરાવી વાળ દુર કરાવે છે. પરંતુ અણગમતા વાળ દુર કરવાની આ પદ્ધતિઓ ખર્ચાળ પણ હોય છે અને પીડા પણ આપે છે. ઘણીવખત તેના કારણે સ્કીન પર એલર્જી પણ થવા લાગે છે. જો કે ખૂબ ઓછી યુવતીઓ જાણે છે કે આ તકલીફ અને ખર્ચો કર્યા વિના પણ અણગમતા વાળને સરળતાથી દુર કરી શકાય છે. 

આ પણ વાંચો:

ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અણગમતા વાળને દુર કરી શકો છો. આજે તમને આવો  જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ સરળતાથી દુર કરી શકાય છે. તો ચાલો ફટાફટ જાણી લો કે ઘરે ચહેરા પરના વાળ દુર કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડશે. 
 
આ હેર રિમૂવલ ક્રીમ બનાવવા માટે તમારે હળદર, લોટ, કાચું દૂધ અને ખાંડની જરૂર પડશે. આ બધી વસ્તુઓને મિક્સ કરીને તમે હેર રિમૂવલ ક્રીમ બનાવી શકો છો. ચાલો જાણીએ આ ક્રીમ કેવી રીતે બનાવવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
 
આ ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં થોડી હળદર, 1 ચમચી ખાંડ, 2 ચમચી લોટ અને કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને વાળની ​​વિરુદ્ધ દિશામાં લગાવો. પછી તેને સારી રીતે સુકાવા દો. ત્યારપછી તેને વાળની ​​વિરુદ્ધ દિશામાં જ મસાજ કરીને દુર કરો. આ પેસ્ટને સારી રીતે મસાજ કરી કાઢો. શરુઆતમાં આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવો. 7 દિવસમાં જ તમને રિઝલ્ટ જોવા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news