સફેદ વાળ છુપાવવા નહીં કરવો પડે કલર, વર્ષો જુનો આ દેશી નુસખો સફેદ વાળને મૂળમાંથી કરશે કાળા

Hair Care Tips: આમળા અને મહેંદીને મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે. તેનાથી વાળને બમણો ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ આમળા અને મહેંદીનો હેર માસ્ક બનાવવાની રીત. આ રીતે આમળા અને મહેંદીનો વાળ પર ઉપયોગ કરશો તો સફેદ થયેલા વાળ પણ કાળા થઈ જશે અને કલર કરવાની જરૂર નહીં પડે.

સફેદ વાળ છુપાવવા નહીં કરવો પડે કલર, વર્ષો જુનો આ દેશી નુસખો સફેદ વાળને મૂળમાંથી કરશે કાળા

Hair Care Tips: મહિલાઓ પોતાના વાળ લાંબા કાળા અને સુંદર રહે તે માટે સતત પ્રયત્ન કરે છે. વાળની સુંદરતા જાળવી રાખવા માટે વર્ષોથી મહેંદી અને આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદી અને આમળાનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. 

મહેંદી અને આમળામાં એવા ગુણ હોય છે જે વાળને હેલ્ધી બનાવે છે અને સાથે જ સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો વાળનો ગ્રોથ પણ ઝડપથી વધે છે. આમળા અને મહેંદીને મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે. તેનાથી વાળને બમણો ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ આમળા અને મહેંદીનો હેર માસ્ક બનાવવાની રીત. આ રીતે આમળા અને મહેંદીનો વાળ પર ઉપયોગ કરશો તો સફેદ થયેલા વાળ પણ કાળા થઈ જશે અને કલર કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો:

મેંદી પાવડર - બે ચમચી
આમળા પાવડર - બે ચમચી
દહીં - એક ચમચો

હેર માસ્ક તૈયાર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં મહેંદી અને આમળાના પાવડરને સારી રીતે મિક્સ કરો. ત્યાર પછી તેમાં દહીં ઉમેરીને જરૂર પડે તો પાણી ઉમેરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાડો. આ પેસ્ટને વાળમાં એક થી બે કલાક સુધી રાખો. ત્યાર પછી વાળને સાદા પાણીથી સાફ કરો અને બીજા દિવસે શેમ્પુ કરો. 

આમળા અને મહેંદીનો આ હેર માસ્ક લગાડવાથી વાળને કુદરતી રંગ મળે છે અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. આમળા અને મહેંદી વાળને કોઈ આડઅસર પણ કરતા નથી. તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત બને છે અને ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news