Hair Fall Solution: ખરતા વાળ અટકે અને હેર ગ્રોથ વધે તે માટે જરૂરી છે કે શરીરમાં પોષક તત્વોની માત્રા જળવાઈ રહે. મોટાભાગે વાળ ખરવાનું શરૂ થાય તેનું કારણ પણ પોષક તત્વોનો અભાવ હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો માટે આ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેને જુઓ તે ખરતા વાળની ફરિયાદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખરતા વાળ ચિંતા પણ વધારે છે. તેવામાં આજે તમને ખરતા વાળને અટકાવે તેવા કેટલાક આહાર વિશે જણાવીએ. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં જરૂરી પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે અને ખરતા વાળ અટકે છે. સાથે જ હેર ગ્રોથ પણ ઝડપથી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Bad Cholesterol: ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ઝડપથી ઓછું થશે બેડ કોલેસ્ટ્રોલ


Tooth Pain Remedies: ડહાપણની દાઢનો દુખાવો દુર કરવા ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા


Sooji Storage Tips: આ 3 સરળ ટીપ્સ ફોલો કરી સોજી કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે ફ્રેશ


રતાળુ


જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા છે તો રતાળુ ખાવાનું શરૂ કરો. તેમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામીન એમાં બદલે છે. જેના કારણે વાળની ગુણવત્તા સુધરે છે અને વાળ મજબૂત થાય છે. 


પપૈયુ


જે લોકોના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તેમણે પપૈયું પણ ખાવું જોઈએ. તેમાં વિટામિન એ અને ફોલિક એસિડ હોય છે જે ખરતા વાળની સમસ્યાથી મુક્તિ અપાવે છે. એક સંશોધન અનુસાર પપૈયામાં જે વિટામીન એ હોય છે તે વાળને મજબૂતી આપે છે.


ઈંડા


ઈંડામાં પ્રોટીન અને બાયોટીન હોય છે. આ બંને તત્વ હેર ગ્રોથને વધારવા માટે ખૂબ જ જરૂરી છે. વાળની મજબૂત બનાવવા હોય તો બાયોટીનનું સેવન જરૂરી છે. તેવામાં ઈંડા તમારા વાળને સ્ટ્રોંગ અને ચમકદાર બનાવી શકે છે કારણ કે તે પ્રોટીનથી ભરપૂર હોય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)