નવી દિલ્હી: અનલોક (Unlock)ની પ્રક્રિયા હવે આખા દેશમાં શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન દેશમાં હરવા ફરવા માટે સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન ગોવા (Goa), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ઉત્તરાખંડ (Uttarakhand) પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. લોકડૌનથી કંટાળી ગયેલા હવે ફરીથી આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. પરંતુ જો તમે પણ આગામી દિવસોમાં અહીં હોલીડે પ્લાન (Holiday Plan) કરી રહ્યા છે તો પહેલાં એન્ટ્રીના નિયમો જાણી લો. નહીતર પહોંચ્યા પછી તકલીફ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવામાં એન્ટ્રીના નિયમ
- ગોવા સરકારે પ્રવાસીઓ માટે પોતાના નિયમ નક્કી કરી દીધા છે. આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર હોટલમાં રાત પસાર કરવાના બદલે કોરોન્ટાઇન સેન્ટરમાં દિવસો પસાર થાય છે.
- એન્ટ્રીના સમયે તમને કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ બતાવવો જરૂરી છે.
- સાથે જ જે હોટલમાં રોકાશે તેની પ્રી-બુકિંગ (Pre-Booking) હોવું જરૂરી છે.
- ગોવા પહોંચી હોટલ શોધવાની જરૂર નહી પડે. 
- જો તમે મેડિકલ રિપોર્ટ સાથે લાવ્યા નથી તો રાજ્યમાં જ ટેસ્ટ કરવાનો રહેશે.
- રિપોર્ટ જો પોઝિટિવ આવ્યો તો ગોવામાં કોરોન્ટાઇન સેન્ટરમાં સમય વિતાવવો પડશે. 


હિમાલચલ પ્રદેશ માટે થોડા અલગ નિયમ
ગોવાથી પહેલાં હિમાચલ જનાર પ્રવાસીઓ માટે થોડા નિયમોમાં થોડો ફેરફાર છે.
- કોરોના ઓછામાં ઓછો ત્રણ દિવસ જૂનો ટેસ્ટ રિપોર્ટ એન્ટ્રી માટે માન્ય
- બસ, ટ્રેન અને ફ્લાઇટો ચાલતી નથી, પોતાની કાર દ્વારા યાત્રા કરી શકો છો
- તમને http://covid19epass.hp.gov.in પરથી પણ ઇ-પાસ મળી શકે છે.
- પ્રવેશ પહેલાં પોતાની ગાડી પણ રજિસ્ટર કરાવવી જરૂરી.
- ઓછામાં ઓછા 5 દિવસ હોટલનું ભાડું આપવું પડશે. 


ઉત્તરાખંડમાં એન્ટ્રીના નિયમ પણ જાણી લો
હિમાચલ પ્રદેશની માફક ઉત્તરાખંડ સરકારે પણ હળતા મળતા નિયમ બનાવ્યા છે.
- ઓનલાઇન એન્ટ્રી પાસ જરૂરી. તમે આ લિંક https://smartcity dehradun.uk.gov.in પરથી અરજી કરી શકો છો.
- ઓછામાં ઓછા 7 દિવસ માટે હોટલ બુકિંગ કરાવવું જરૂરી
- બદ્રીનાથ અને કેદારનાથમાં હાલ બહારી રાજ્યોના નિવાસીઓ માટે એન્ટ્રી નથી. 
- હરિદ્વાર અને ઋષિકેશમાં એન્ટ્રી માટે 4 કલાકની પરવાનગી જરૂરી


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube