આ ફળનું નામ કહેવામાં ગામ ગાંડુ થયું, સોશિયલ મીડિયા યૂઝર્સ થયા કંફ્યૂઝ, તમને ખબર છે સાચું નામ ?
Viral Photo: સોશિયલ મીડિયા પર રોજ ઘણા બધા વિડીયો અને ફોટો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક ફોટો એવા હોય છે કે સોશિયલ મીડિયા યુઝર્સને તેમાં ખૂબ જ રસ પડે છે. આવો કોઈ એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે તો ત્યાર પછી તેને લાઈક અને શેર કરનાર લોકોની લાઈનો લાગી જાય છે.
Viral Photo: સોશિયલ મીડિયા પર રોજ ઘણા બધા વિડીયો અને ફોટો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક ફોટો એવા હોય છે કે સોશિયલ મીડિયા યુઝર્સને તેમાં ખૂબ જ રસ પડે છે. આવો કોઈ એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે તો ત્યાર પછી તેને લાઈક અને શેર કરનાર લોકોની લાઈનો લાગી જાય છે. હાલ આવું વાવાઝોડું ટ્વિટર પર આવ્યું છે. એક યુઝરે એક ફળનો ફોટો ટ્વિટર પર શેર કર્યો અને તેનું નામ પુછ્યું હતું. બસ પછી શું આ પોસ્ટ વાયરલ થવા લાગી..
આ પણ વાંચો:
પ્લાસ્ટિકના સ્ટુલમાં શા માટે વચ્ચે રાખવામાં આવે છે કાણું? જાણો કારણ
શું તમને ખબર છે ટ્રેન ના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં આવે છે ?
100થી વધુ વર્ષના પિતા અને 75 વર્ષનો પુત્ર. બંનેની કેમિસ્ટ્રી જોઈને લોકો ના રોકી શક્ય
સોનાલી શુક્લા નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં ગુલાબી અને લીલા રંગનું એક ફળ ઝાડ પર લટકતું જોવા મળે છે. આ ફોટો શેર કરીને કેપ્શન માં લખવામાં આવ્યું છે કે ખૂબ ઓછા લોકો જણાવી શકશે કે આ ફળનું નામ શું છે.? ત્યાર પછી આ ફળ નું નામ કહેવામાં અને આ ફળ વિશે જાણવામાં લોકોને એટલો રસ પડ્યો કે આ ફોટો વાયરલ થવા લાગ્યો.
આ ટ્વીટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો શેર કર્યાના થોડા જ કલાકોમાં 40,000 થી વધારે લોકો તેને લાઈક કરી ચૂક્યા છે અને 1700 થી વધુ લોકો આ ટ્વીટને રીટ્વીટ કરી શક્યા છે. સાથે જ મોટી સંખ્યામાં લોકો તસવીર પર કોમેન્ટ કરીને આ ફળનું નામ જણાવી રહ્યા છે.
ટ્વીટમાં છે ફોટો શેર કરવામાં આવ્યો છે તેને ગોરસ આમલી કહેવાય છે. હિન્દીમાં તેને જંગલ જલેબી પણ કહે છે. આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને લાભ પણ ઘણા થાય છે. કેટલાક લોકો તેને વિલાયતી આમલી પણ કહે છે.