શું તમને ખબર છે ટ્રેન ના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં આવે છે ? જાણીને તમને થશે આશ્ચર્ય

Indian Railways: રોજ કરોડો મુસાફરો ટ્રેનમાં યાત્રા કરે છે. મુસાફરો પોતાની ટ્રેનને તેના નામથી ઓળખે છે. જેમકે રાજધાની, શતાબ્દી, દુરંતો વગેરે... તો ચાલો તમને જણાવીએ ટ્રેનને આ નામ શા માટે આપવામાં આવ્યા છે.

શું તમને ખબર છે ટ્રેન ના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં આવે છે ? જાણીને તમને થશે આશ્ચર્ય

Indian Railways: ઇન્ડિયન રેલવે મોટી સંખ્યામાં રોજ ટ્રેન ચલાવે છે. રોજ કરોડો મુસાફરો ટ્રેનમાં યાત્રા કરે છે. મુસાફરો પોતાની ટ્રેનને તેના નામથી ઓળખે છે. જેમકે રાજધાની, શતાબ્દી, દુરંતો વગેરે... પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં ? તો ચાલો આજે તમને જણાવીએ કે ટ્રેનનું નામ કેવી રીતે રાખવામાં આવે છે અને આ નામ ટ્રેનને કોણ આપે છે.

આ પણ વાંચો:

રાજધાની એક્સપ્રેસ

રાજધાની એક્સપ્રેસ ભારતની પ્રીમિયમ ટ્રેન છે. રાજધાની દિલ્હી થી અલગ અલગ રાજધાની સુધી ચાલે છે. તેથી તેનું નામ રાજધાની એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં તમને અલગ અલગ સુવિધા પણ મળે છે. આ ટ્રેનની સ્પીડ 140 પ્રતિ કલાકની હોય છે તેમાં મુસાફરી આરામદાયક હોય છે અને ભોજન પણ મળે છે. તેમાં સૌચાલય સીસીટીવી સહિતની સુવિધા પણ હોય છે. તેનું ભાડું અન્ય ટ્રેન કરતાં થોડું વધારે હોય છે. આ એક લક્ઝુરિયસ ટ્રેન છે તેથી તેનું નામ રાજધાની એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.

શતાબ્દી એક્સપ્રેસ

શતાબ્દી એક્સપ્રેસ એક ચેર કાર છે. જેને ઓછા અંતરની યાત્રા માટે બનાવવામાં આવી છે. આ ટ્રેનને સૌથી પહેલી વખત 1988 માં ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના 100 માં જન્મદિવસ પર ચલાવવામાં આવી હતી તેથી તેનું નામ શતાબ્દી એક્સપ્રેસ રાખવામાં આવ્યું. તેની ટોપ સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેનની ટિકિટ પણ સામાન્ય ટ્રેન કરતાં થોડી મોંઘી હોય છે તેમાં ભોજન ચા નાસ્તા જેવી વ્યવસ્થા આપવામાં આવે છે.

દુરંતો એક્સપ્રેસ

દુરંતો એક્સપ્રેસ એક નોન સ્ટોપ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન લાંબા રૂટ પર સ્ટોપ વિના ચાલે છે. તેની સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેથી જ તેને દુરંતો એક્સપ્રેસ કહેવાય છે. કારણકે દૂરન્તો નો અર્થ સ્પીડ થાય છે. આ ટ્રેન નોન સ્ટોપ ચાલતી હોવાથી તેમાં પણ યાત્રીઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news