નવી દિલ્લીઃ કોરોના કાળ બાદ લોકો વધુને વધુ સતર્ક બની ગયા છે. લોકો હવ પહેલાં કરતા વધારે એલર્ટ રહે છે. શું ખાવું શું ન ખાવું એની ખુબ ચર્ચા થાય છે. ત્યારે આપણા ઘરમાં મોટાભાગે બટાકાનું સેવન થતું હોય છે... તમે પણ ક્યારેક નોટિસ પણ કર્યું હશે કે, કેટલાક બટાકાનો રંગ લીલો હોય છે. પરંતુ લીલા રંગના બટાકા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના બટાકા ખાવાનું ટાળવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ન્યૂટ્રિશનિસ્ટના મત અનુસાર લીલા રંગના બટાકામાં એક પ્રકારનું ઝેર હોય છે. એટલે કે આ બટાકામાં સોલાનિન નામનું એક કમ્પાઉંડ હોય છે જેનાથી ઉલ્ટી થઇ શકે છે. એમાં પણ જો વધુ માત્રામાં લીલા રંગના બટાકા ખવાઇ જાય તો ડાયરિયાની સાથે-સાથે પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે. આ સિવાય પેટનો દુખાવો. માથાનો દુખાવો. બેચેની જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.


જો ભૂલથી પણ નિયમિત રીતે ગ્રીન પોટેટો ખાશો તો ન્યૂરોલોજિકલ સમસ્યા ડેવલોપ થઇ શકે છે... એટલે ક્યારેય લીલા રંગના બટાકાનું સેવન ન કરવું જોઇએ અને આમ પણ આ બટાકા સ્વાદમાં કડવા હોય છે... સાથે જ ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે.