Hair Care: દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળની સુંદરતા દિવસેને દિવસે વધતી રહે. પરંતુ ખરતા વાળ, ડ્રાય હેર અને સફેદ થતા વાળ તેમની ચિંતાનું કારણ બની જાય છે. ખાસ કરીને શિયાળામાં વાળની ડ્રાયનેસ વધી જાય છે, તેના કારણે વાળ બેજાન દેખાવા લાગે છે. વાળની ડ્રાયનેસને દૂર કરી વાળને સિલ્કી બનાવવા માટે યુવતીઓ હેર પ્રોડક્ટ પણ બદલતી રહે છે. જોકે વારંવાર હેર પ્રોડક્ટ બદલવી પણ વાળ માટે નુકસાનકારક છે. પરંતુ આજે તમને એક એવા હેર માસ્ક વિશે જણાવી દઈએ જે તમે ઘરે જ બનાવી શકો છો અને તેનાથી તમારા વાળ હેલ્ધી અને શાઈની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પુરુષોને પણ ફાયદો કરે છે એલોવેરા, જાણો ત્વચાની કઈ સમસ્યામાં કેવી રીતે કરવો ઉપયોગ


કેળા આપણા સ્વાસ્થ્યની સાથે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને ડેમેજ ડ્રાય અને ફ્રિઝી હેરની સમસ્યાઓ કેળા દૂર કરી શકે છે. જે હેર માસ્કની અહીં વાત થઈ રહી છે તેમાં ઈંડાનો ઉપયોગ પણ કરવાનો છે. કેળા અને ઈંડાનું આ હેર માસ્ક તમારા વાળની બધી જ સમસ્યાઓને દૂર કરી શકે છે. સામાન્ય રીતે મહિલાઓ મહેંદીમાં ઈંડા ઉમેરીને વાળમાં લગાડે છે. પરંતુ જો તમારે મહેંદીનો ઉપયોગ ન કરવો હોય તો તમે કેળા અને ઈંડાનું આ હેર માસ્ક લગાડી શકો છો તેનાથી તમારા વાળ મૂળથી મજબૂત થઈ જશે અને ખરતા અટકશે. 


આ પણ વાંચો: Lips Care: શિયાળામાં થતી ડ્રાય લિપ્સની સમસ્યાથી મુક્તિ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય


કેળા અને ઈંડાનું હેર માસ્ક


સૌથી પહેલા એક વાટકીમાં એક પાકેલું કેળું લઇ તેમાં એડ ઈંડું ઉમેરો. હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાડો. તેને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ હેર માસ્કનો ઉપયોગ કરશો એટલે તુરંત જ તમારા વાળ ઉપર ચમક દેખાવા લાગશે. 


આ પણ વાંચો: Hair Care: બેજાન વાળને રેશમ જેવા સિલ્કી બનાવવા વાળમાં લગાડો આમાંથી કોઈ એક વસ્તુ


જો તમે ઈચ્છો તો આ હેર માસ્કમાં મધ પણ ઉમેરી શકો છો. કેળા અને ઈંડાનું પ્રમાણ વાળની લંબાઈ પ્રમાણે રાખવું જો તમારા વાળ લાંબા હોય તો તમે બે કેળા પણ લઈ શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)