Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, ઘરમાં રહેલા આ 2 તેલનો કરો ઉપયોગ, વાળ ઝડપથી લાંબા પણ થાશે
How To Control Hair Fall: હેર એક્સપર્ટ જણાવે છે કે ચોમાસા દરમિયાન પણ જો વાળમાં તેલ લગાડવામાં આવે તો વાળની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે જે લોકોના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય અને કોઈ ઉપાય કામ કરતો ન હોય તો આ ઘરેલુ નુસખો એકવાર ટ્રાય કરી જોવો. તેના માટે બે તેલ વિશે જણાવીએ જેને મિક્સ કરીને વાળ માલિશ કરશો તો વાળ ખરવાનું બંધ થઈ જશે અને વાળ મજબૂત પણ બનશે.
How To Control Hair Fall: ચોમાસા દરમિયાન વાળની ખાસ કાળજી રાખવી પડે છે. આ સિઝન દરમિયાન ખરતા વાળની સમસ્યા 30 ટકા વધી જાય છે. આ વાત એક સ્ટડીમાં પણ સાબિત થઈ છે. વાતાવરણમાં ભેજના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. ચોમાસા દરમિયાન ખરતા વાળ, માથામાં ખંજવાળ, ખોડો, ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમારા વાળ પણ ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં ખરે છે તો તેને અટકાવવાનો એક જોરદાર નુસખો આજે જાણી લો.
આ પણ વાંચો: મારા દાંત પણ પીળા પડી ગયા છે ? તો રોજ ચાવો આ પાન, 7 દિવસમાં દાંત મોતી જેવા સફેદ થશે
ચોમાસા દરમિયાન ઘણા લોકો વાળમાં તેલ લગાડવાનું બંધ કરી દેતા હોય છે જેના કારણે વાળ વધારે ડ્રાય થવા લાગે છે અને ખરવા પણ લાગે છે. વાળની સમસ્યા જ્યારે બેકાબુ થઈ જાય છે તો લોકો ડોક્ટર પાસે દોડે છે અથવા તો મોંઘા મોંઘા પ્રોડક્ટ પર હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ઘણી વખત જોઈએ તેવું પરિણામ તો મળતું જ નથી.
આ પણ વાંચો: Makeup Tips: આ ટીપ્સ ફોલો કરશો તો વરસાદમાં પલળ્યા પછી પણ ખરાબ નહીં થાય મેકઅપ
હેર એક્સપર્ટ જણાવે છે કે ચોમાસા દરમિયાન પણ જો વાળમાં તેલ લગાડવામાં આવે તો વાળની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે જે લોકોના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય અને કોઈ ઉપાય કામ કરતો ન હોય તો આ ઘરેલુ નુસખો એકવાર ટ્રાય કરી જોવો. તેના માટે બે તેલ વિશે જણાવીએ જેને મિક્સ કરીને વાળ માલિશ કરશો તો વાળ ખરવાનું બંધ થઈ જશે અને વાળ મજબૂત પણ બનશે.
સરસવનું તેલ અને એરંડિયું
આ પણ વાંચો: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો
જે બે તેલની વાત થઈ રહી છે તે છે સરસવનું તેલ અને એરંડિયું. આ બંને તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થાય છે અને વાળ મજબૂત પણ બને છે. આ બંને તેલ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેમાં નેચરલ કેરાટીન પણ હોય છે. જેના કારણે વાળમાં મેલાનિન વધે છે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે અને સાથે જલદી સફેદ પણ થતા નથી.
કેવી રીતે કરવો તેલનો ઉપયોગ ?
આ પણ વાંચો: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? જાણો બંનેના ફાયદા અને નુકસાન વિશે
આ બંને તેલ નેચરલી ઘટ્ટ હોય છે. તેથી બંનેને ગરમ કરીને ઉપયોગમાં લેવા. બંને તેલને મિક્સ કરી ગરમ કરી લેવા અને પછી તે હૂંફાળું ગરમ હોય ત્યારે તેનો ઉપયોગ કરવો. આ તેલ વાળના મૂળમાં સારી રીતે લગાડી પાંચથી દસ મિનિટ માલિશ કરો અને ત્યાર પછી ગરમ પાણીમાં ટુવાલને બોળી વાળ પર ટુવાલને પાંચથી દસ મિનિટ માટે બાંધી રાખો. દસ મિનિટ પછી ટુવાલ ખોલી અને હેર વોશ કરી લેવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)