Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ
Hair Regrowth: નાની ઉંમરમાં ખરતા વાળના કારણે જો માથામાં ટાલ પડી જાય તો નિરાશ થવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ ઉપાય યોગ્ય ડાયટ અને વાળની સંભાળ રાખીને તમે માથામાં પડેલી ટાલ પર પણ ફરીથી વાળ ઉગાડી શકો છો. આજે તમને જણાવીએ માથામાં પડેલી ટાલથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય અને વાળનો ગ્રોથ કેવી રીતે વધારી શકાય.
Hair Regrowth: જો માથાના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો ધીરે ધીરે માથામાં ટાલ પડવા લાગે છે. આ સમસ્યા યુવાનોમાં પણ સામાન્ય બનતી જાય છે. ખરતા વાળના કારણે માથામાં ટાલ પડી જાય તે સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેને પ્રભાવિત કરી શકે છે. વાળ ખરે અને માથામાં ટાલ પડે તેના કારણ અલગ અલગ હોય છે. ચિંતા, લાઈફ સ્ટાઈલ, હોર્મોન્સ, પોષણનો અભાવ, હેર ટ્રીટમેન્ટ વગેરેના કારણે વાળ ખરવા લાગે છે અને કોઈ એક જગ્યાએથી વધારે પ્રમાણમાં વાળ ખરે તો ત્યાં ટાલ દેખાવા લાગે છે. જો માથામાં ટાલ દેખાવા લાગી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સમયસર કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ ખરતા વાળને અટકાવી શકો છો અને જ્યાંથી વાળ ખરી ગયા હોય ત્યાં નવા વાળ ઉગાડી પણ શકો છો.
આ પણ વાંચો: Haldi: હળદર સાથે આ સફેદ વસ્તુ ચહેરા પર લગાડો, ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે
સૌથી પહેલા તો વાળના સ્વાસ્થ્ય માટે પોષણ જરૂરી છે તે વાતને સમજો. વાળને પોષણ મળે તે માટે પ્રોટીન, આયરન, ઝીંક, વિટામિન ઈ થી ભરપૂર ડાયટ લેવાનું રાખો. સાથે જ રોજના આહારમાં લીલી શાકભાજી, નટસ, વિવિધ પ્રકારના બીજ, ઈંડા, દાળનો સમાવેશ કરો.
ટાલમાં વાળ ઉગાડવાના ઉપાય
મસાજ
માથામાં વાળનો ગ્રોથ વધે તે માટે જરૂરી છે કે સ્કેલ્પમા બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું હોય. બ્લડ સર્ક્યુલેશન સુધરે તે માટે નિયમિત રીતે માથામાં નાળિયેરના તેલ, એરંડિયાના તેલ અથવા તો આમળાના તેલથી માલિશ કરો. આ તેલમાં તમે એસેન્સીયલ ઓઇલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેનાથી વાળ ખરવાનું પ્રમાણ ઘટી જશે અને નવા વાળ ઝડપથી ઉગશે.
આ પણ વાંચો:ચોખામાં ધનેડા પડી જાય તો આ પીળી વસ્તુ રાખી દો ડબ્બામાં, જીવાત તુરંત બહાર નીકળી જાશે
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ વાળના ગ્રોથ માટે ઉપયોગી માનવામાં આવે છે. કારણકે ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવો અને 15 થી 20 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.
મેથીની પેસ્ટ
મેથીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ મેથીને વાટી તેની પેસ્ટ બનાવી લો. જરૂર જણાય તો તેમાં થોડું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. મેથી વાળના મૂળને મજબૂત કરે છે અને વાળને ખરતા અટકાવે છે.
આ પણ વાંચો: Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાય
એલોવેરા જેલ
એલોવેરા જેલ વાળને પોષણ આપે છે અને મોઈશ્ચર આપે છે. તેનાથી સ્કીનમાં રહેલું ઇન્ફેક્શન દૂર થાય છે અને વાળ ખરતા અટકે છે. એલોવેરા જેલને નિયમિત રીતે પણ વાળમાં લગાડી શકાય છે.
યોગ્ય સંભાળ
વાળ ખરતા અટકે અને નવા વાળનો ગ્રોથ વધે તે માટે વાળની યોગ્ય સંભાળ લેવી પણ જરૂરી છે. તેના માટે કેમિકલ વાળી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. સાથે જ વાળને ગરમ પાણીથી ધોવાને બદલે ઠંડા પાણીથી અથવા તો હૂંફાળા પાણીથી ધોવાનું રાખો. સ્ટ્રેસ ઘટે તે માટે ધ્યાન કે યોગ કરવાનું રાખો.
આ પણ વાંચો: આ તેલથી રાત્રે નાભિમાં માલિશ કરો, ઠંડીમાં ત્વચા ફાટશે નહીં, લોશન લગાડવું નહિ પડે
આયુર્વેદિક ઉપાય
વાળ માટે આયુર્વેદિક ઉપાય પણ અપનાવી શકાય છે. તેના માટે આયુર્વેદિક જડીબુટ્ટી જેમકે આમળા, બ્રાહ્મી, ભૃંગરાજ, શતાવરી વગેરેનો ઉપયોગ કરો. તેનાથી વાળ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)