Black Sesame: કાળા તલનું પાણી વાળ માટે વરદાન, આ ફાયદા જાણી ઉપયોગ કરવા લાગશો તમે પણ
Black Sesame: શું તમારા વાળ પણ બેજાન થઈ ગયા છે? વાળ કાંસકામાં અને બાથરુમમાં વધારે જોવા મળે છે ? નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગી છે ? તો આજે તમને એક એવા પ્રાકૃતિક ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી તમારા વાળનો નવો જ અવતાર તમને જોવા મળશે.
Black Sesame: શું તમારા વાળ પણ બેજાન થઈ ગયા છે? વાળ કાંસકામાં અને બાથરુમમાં વધારે જોવા મળે છે ? નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગી છે ? તો આજે તમને એક એવા પ્રાકૃતિક ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી તમારા વાળનો નવો જ અવતાર તમને જોવા મળશે. આજ સુધી તમે વાળની સંભાળ માટે અલગ અલગ શેમ્પૂ, કન્ડિશનર, હેર માસ્ક અને તેલનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય કાળા તલના પાણીનો ઉપયોગ કર્યો છે? જો તમે વાળમાં કાળા તલના પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી વાળને ગજબના ફાયદા થશે.
આ પણ વાંચો: Spices: હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાય
કાળા તલ વાળ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કાળા તલમાંથી તૈયાર કરેલા પાણીમાં એવા પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત બનાવે છે, ચમકદાર બનાવે છે અને વાળને સ્વસ્થ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કાળા તલના પાણીથી વાળ ધોવાથી કયા ફાયદા થાય છે અને આ પાણી કેવી રીતે બનાવવું.
કાળા તલના પાણીથી વાળ ધોવાથી થતા ફાયદા
આ પણ વાંચો: 40 વર્ષે પણ સ્કિન દેખાશે 25 વર્ષે હોય એવી ટાઈટ, 7 દિવસમાં 2 વાર લગાડી લો આ માસ્ક
1. કાળા તલમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે. જો તમે કાળા તલના પાણીનો ઉપયોગ કરો છો તો વાળ મજબૂત થશે અને ખરતા અટકશે.
2. વાળના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય. કાળા તલના પાણીથી વાળ ધોવાથી અને મસાજ કરવાથી સ્કેલ્પ પર અને માંસપેશી રિલેક્સ થશે અને રક્ત પ્રવાહ સુધરશે. જેના કારણે વાળનો ગ્રોથ પણ ઝડપી થશે.
આ પણ વાંચો: આ 5 કારણોથી ઉંમર પહેલા વાળ સફેદ થાય છે, આ 3 ઘરેલુ ઉપાય વાળને ફરીથી કાળા કરશે
3. આજના સમયમાં સફેદ વાળની સમસ્યા ઝડપથી વધી રહી છે. જો તમે કાળા તલના પાણીથી વાળ ધોવાનું રાખશો તો વાળ નેચરલી કાળા રહેશે. કાળા તલમાં પીગમેન્ટ્સ હોય છે જે વાળનો પ્રાકૃતિક રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.
4. વાળના ગ્રોથ માટે પણ કાળા તલનું પાણી ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી વાળ ધોવાથી વાળના મૂળમાં જામેલી ગંદકી દૂર થાય છે અને વાળનો ગ્રોથ ઝડપી થાય છે.
આ પણ વાંચો: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી
કેવી રીતે તૈયાર કરવું કાળા તલનું પાણી ?
કાળા તલનું પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી ભરી તેમાં એક ચમચી કાળા તલ ઉમેરી આખી રાત પલાળો. બીજા દિવસે સવારે પાણીને ગાળી લો. શેમ્પુ કર્યા પછી તલના પાણીને સ્કેલ્પ પર સારી રીતે લગાવો અને થોડીવાર મસાજ કરો. ત્યાર પછી તાજા પાણીથી વાળ ધોઇ લો. હેર વોશ કર્યા પછી આ રીતે કાળા તલનું પાણી વાળમાં લગાડશો તો ઉપર જણાવેલા ફાયદા ઝડપથી જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)