Home Remedies For Hair Fall: વાતાવરણના પ્રદૂષણ, પોષણયુક્ત આહારનો અભાવ, બેદરકારી અને વારંવાર થતી ટ્રીટમેન્ટના કારણે ખરતા વાળની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.  શરૂઆતમાં તો લોકો ખરતા વાળની સમસ્યા ઉપર ધ્યાન આપતા નથી પરંતુ ધીરે ધીરે જ્યારે માથા પર ટાલ દેખાવા લાગે છે ત્યારે ચિંતા થવા લાગે છે. જો કે માથા પર જો ટાલ દેખાવા લાગી હોય તો તમે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો અને નવા વાળનો ગ્રોથ વધારી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો


સફેદ વાળથી મળશે ગણતરીની મિનિટમાં જ છુટકારો, આ વસ્તુ સફેદ વાળને કરી દેશે કાળા


વાળને ઝડપથી કરવા હોય લાંબા તો ખાવાનું શરુ કરો આ 5 Superfood, 30 દિવસમાં દેખાશે ગ્રોથ


સીરમ લગાવ્યા વિના વાળમાં આવશે મીરર શાઈન, આ રીતે કરો નારિયેળ પાણીનો ઉપયોગ
 
કેસ્ટર ઓઇલ - વાળ માટે કેસ્ટર ઓઇલ ચમત્કાર જેવું કામ કરે છે. વાળના મૂળમાં કેસ્ટર ઓઇલ લગાવી અને 10 મિનિટ મસાજ કરવાથી ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગે છે. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવો. 


ડુંગળીનો રસ - ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાડી મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી ટાલમાં પણ વાળ ઉગવા લાગે છે. ડુંગળીના રસને નાળિયેરના તેલમાં મિક્સ કરીને પણ માથામાં લગાવી શકાય છે. વાળ ધોવાના હોય તેની પહેલા ડુંગળીનો રસ લગાવવો અને 15 મિનિટ પછી વાળને શેમ્પૂ કરી લેવા. આ ઉપાય થોડા સમય માટે કરશો એટલે રીઝલ્ટ જોવા મળશે.