Haldi: વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો, બેડોળ શરીર શેપમાં આવી જશે
Turmeric For Weight Loss: હળદર એવો ગુણકારી મસાલો છે જે અનેક સ્વાસ્થ્ય લાભ કરે છે. હળદરનો ઉપયોગ ફક્ત ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ બીમારીઓ દુર કરવા માટે પણ થાય છે. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે હળદરનો આ નુસખો ટ્રાય કરવો જ જોઈએ.
Turmeric For Weight Loss: હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. હળદર રસોઈનો સ્વાદ અને રંગ બંને વધારે છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં હળદરને ઔષધી કહેવામાં આવે છે. હળદરમાં એવા અનેક પોષક તત્વ અને ઔષધીય ગુણ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જે લોકો પોતાનું વજન ફટાફટ ઘટાડવા માંગતા હોય તેમણે આ 3 અલગ અલગ રીતે હળદરનું સેવન કરવું જોઈએ. જો તમે રોજ બે ચપટી હળદર ખાવાની પણ શરૂઆત કરો છો તો ગણતરીના દિવસોમાં જ તમારું બેડોળ શરીર પણ શેપમાં આવી જશે.
વેઈટ લોસ માટે હળદરનો આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો: Roti and Rice: રોટલી અને ભાત એકસાથે ખાવાથી વજન વધે... જાણો આ વાત સાચી કે ખોટી
મધ અને હળદર
જો તમે વજન ફટાફટ ઘટાડવા માંગો છો તો હળદરમાં થોડું મધ મિક્સ કરીને ખાવાની શરૂઆત કરો. સવારે ખાલી પેટ હળદર અને મધનું મિશ્રણ લેવું અને પછી હુંફાળું પાણી પી લેવું. તમે હળદર પાવડરના બદલે કાચી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી અસર ઝડપથી થશે.
આ પણ વાંચો: Cloths stain: કપડાના જીદ્દી ડાઘને દુર કરવા ટ્રાય કરો આ 4 માંથી 1 ઘરેલુ ઉપાય
હળદર અને તજ
સવારના સમયે તમે તજ અને હળદરની ચા બનાવીને પણ પી શકો છો. તેના માટે એક વાસણમાં એક કપ પાણી ઉકાળો અને તેમાં બે ચપટી હળદર પાવડર અને થોડો તજનો પાવડર મિક્સ કરો. બંને વસ્તુને બરાબર ઉકાળો અને પછી કપમાં કાઢીને હૂંફાળું ગરમ હોય ત્યારે પી લો.
આ પણ વાંચો: જોરદાર છે આ સ્પ્રેની ટ્રીક... પ્રેસ કરવાની ઝંઝટ વિના કપડા પરની કરચલીઓ કરે છે દુર
હળદરવાળું દૂધ
વજન ઘટાડવું હોય તો હળદરવાળું દૂધ પણ લાભકારક સાબિત થાય છે. દૂધમાં હળદર ઉમેરીને પીશો તો તેનાથી વેટલોસ થશે અને સાથે જ ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થશે. તેના માટે ગરમ દૂધમાં હળદર મિક્સ કરી તેનું સેવન કરી લો.
રોજ હળદર ખાવાથી શરીરને કયા કયા ફાયદા થાય ?
આ પણ વાંચો: Skin Care: ચહેરા પર ચણાનો લોટ લગાડવાથી થતા આ ફાયદા વિશે તમને ખબર હોવી જ જોઈએ...
- જો તમે રોજ ફક્ત 2 ચપટી હળદરનું સેવન કરવાનું રાખો છો તો કેન્સર જેવી જીવલી અને બીમારીનું જોખમ ઘટે છે.
- રોજ હળદરનું સેવન કરવાથી ત્વચાની રંગત સુધરે છે અને ત્વચા હેલ્ધી બને છે.
- હળદર ઇમ્યુનિટી બુસ્ટર છે તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરે સ્વસ્થ રહે છે.
આ પણ વાંચો: Pimple Home Remedy: 5 રૂપિયામાં મળતી આ 1 વસ્તુ ખીલની સમસ્યાને કાયમ માટે કરશે દુર
- જો હાડકામાં કોઈ ઈજા થઈ હોય તો હળદર દવા જેવું કામ કરે છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી મૂંઢમારના દુખાવામાં રાહત થાય છે.
- જો કોઈ જગ્યાએ ઈજા થઈ હોય તો તેના પર હળદર લગાડી દેવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)