Pimple Home Remedy: 5 રૂપિયામાં મળતી આ 1 વસ્તુ ખીલની સમસ્યાને કાયમ માટે કરશે દુર

Pimple Home Remedy: ગ્રીન ટીની મદદથી ઓઈલી સ્કીનની સમસ્યાથી પણ મુક્તિ મળે છે અને વારંવાર થતાં ખીલથી પણ કાયમી મુક્તિ મળે છે. ગ્રીન ટીનો આ રીતે ઉપયોગ કરશો તો ત્વચા પર ચમક જોવા મળશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ ગ્રીન ટીથી ત્વચાને કેટલા ફાયદા થાય છે અને ગ્રીન ટીનો ફેસપેક કેવી રીતે બનાવી શકાય. 

Pimple Home Remedy: 5 રૂપિયામાં મળતી આ 1 વસ્તુ ખીલની સમસ્યાને કાયમ માટે કરશે દુર

Pimple Home Remedy: ગ્રીન ટી શરીરને સ્લિમ અને ફિટ રાખવામાં મદદ કરે છે તેની સાથે તે સુંદરતાને પણ વધારી શકે છે. ગ્રીન ટી વેઈટ લોસ માટે પણ મદદરૂપ છે. યોગ્ય રીતે ઉપયોગ કરો તો ગ્રીન ટી સ્કિન માટે પણ ફાયદાકારક છે. આજે તમને ગ્રીન ટીના એવા ફેસપેક વિશે જણાવીએ જે આમ તો સ્કીનની ઘણી બધી સમસ્યાને દૂર કરે છે પરંતુ સૌથી ઝડપથી અસર કરે છે ખીલ પર. જે લોકોને ત્વચા પર વારંવાર ખીલ નીકળતા હોય તેમના માટે ગ્રીન ટી ખૂબ જ ઉપયોગી છે. 

ગ્રીન ટીની મદદથી ઓઈલી સ્કીનની સમસ્યાથી પણ મુક્તિ મળે છે અને વારંવાર થતાં ખીલથી પણ કાયમી મુક્તિ મળે છે. ગ્રીન ટીનો આ રીતે ઉપયોગ કરશો તો ત્વચા પર ચમક જોવા મળશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ ગ્રીન ટીથી ત્વચાને કેટલા ફાયદા થાય છે અને ગ્રીન ટીનો ફેસપેક કેવી રીતે બનાવી શકાય. 

ગ્રીન ટીથી ત્વચાને થતા ફાયદા 

- ગ્રીન ટીના ઠંડા પાણીથી ચહેરો ધોવાથી સ્કીનના બેક્ટેરિયા સાફ થઈ જાય છે અને પિમ્પલની સમસ્યા ઘટે છે. 

- ગ્રીન ટી ડાર્ક સ્પોટને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

- સ્કીનનું ડીપ ક્લિનિંગ કરવું હોય તો ગ્રીન ટીથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો.

ગ્રીન ટીનો ફેસપેક 

ગ્રીન ટીમાંથી ફેસપેક બનાવવા માટે એક ચમચી ગ્રીન ટીને થોડા પાણીમાં ઉકાળો. જ્યારે તે બરાબર ઉકળી જાય તો તેને ઠંડુ કરી લો. ત્યાર પછી આ મિશ્રણને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. તૈયાર થયેલા ઘટ્ટ મિશ્રણમાં થોડું મધ અને દહીં ઉમેરો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 40 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news