Mint Kachori Recipe : ફુદીનાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે પરંતુ ગૃહિણીઓ તેનો ઉપયોગ સામાન્ય રીતે ચટણી બનાવવામાં અથવા તો પાણીપુરીનું પાણી બનાવવામાં કરે છે. પરંતુ શું તમે ફુદીનાનો ઉપયોગ કરીને કચોરી બનાવી છે ?  આજે તમને ફુદીનાની કચોરી બનાવવાની રીત જણાવીએ.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એકદમ સરળ છે પ્રોટીન પાવડર બનાવવાની રીત, આ Recipe ફોલો કરી 10 મિનિટમાં જ કરો તૈયાર


રવાનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી પાપડ, અડધા કપ રવાથી બનશે ડબ્બો ભરાય એટલા પાપડ


આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી


ફુદીનાની કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી 


4 કપ લોટ
1 કપ ફુદીનો
1 ચમચી જીરું
2 લીલા મરચા
2 ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ પ્રમાણે 
તેલ કચોરી તળવા માટે
1/2 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી વરિયાળી પાવડર
હીંગ સ્વાદ મુજબ


ફુદીનાની કચોરી બનાવવાની રીત
 
ફુદીનાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા ફુદીનાને સારી રીતે સાફ કરી બારીક કાપી લેવા. ત્યારપછી એક વાસણમાં લોટ લેવો અને તેમાં સમારેલો ફુદીનો, જીરું, ખાવાનો સોડા, લીલાં મરચાં અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. ત્યારપછી તેને લગભગ 10 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો. 10 મિનિટ પછી લોટના નાના-નાના બોલ બનાવીને કચોરીના આકારમાં શેપ આપો. તે દરમિયાન તળવા માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરી તળવા માટે મુકો. કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પછી ગરમાગરમ સર્વ કરો.