Interesting Facts: ભારતમાં સંવિધાનના આધારે દેશમાં કાયદા વ્યવસ્થા ચાલે છે. દરેક નાગરિકને ભારતીય સંવિધાન અનુસાર કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે અને સાથે જ નાગરિકોના કર્તવ્ય પણ જણાવવામાં આવ્યા છે. આ અધિકારો અને કર્તવ્યનું પાલન કરીને વ્યક્તિ આદર્શ નાગરિક બને છે. ભારતની કાયદા વ્યવસ્થા અને સંવિધાન આખા દેશમાં લાગુ પડે છે પરંતુ ભારતનું એક ગામ એવું છે જ્યાં દેશનો કાયદો લાગુ પડતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઠંડીના કારણે ડ્રાય અને ડેમેજ થયેલી સ્કિનને રીપેર કરવા આ 4 રીતે કરો મલાઈનો ઉપયોગ


ભારતમાં એક ગામ એવું આવેલું છે જ્યાં આ ગામની અલગ સંસદ અને કાયદા વ્યવસ્થા છે. અહીં ભારતનો કાયદો પણ લાગુ પડતો નથી. ગામમાં લોકો માટે અલગ કાયદા વ્યવસ્થા છે. ગામના લોકોની પોતાની સંસદ પણ છે જેને પસંદગી કરાયેલા સદસ્ય ચલાવે છે. આ ગામ કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ પણ નથી તેમ છતાં ત્યાં અલગ જ કાયદો અને વ્યવસ્થા લાગુ પડે છે.


આ પણ વાંચો: વજન ઉતારવા માટે સૌથી વધારે અસરકારક છે વોટર થેરાપી, જાણો કેવી રીતે કરે છે અસર


આ ગામનું નામ છે મલાણા. હિમાચલ પ્રદેશમાં આ ગામ આવેલું છે. અહીં અલગ સંસદ અને સંવિધાન ચાલે છે. ગામના લોકોએ જ પોતાના માટેનો કાયદો અને નિયમો બનાવ્યા છે જેનું પાલન ગામમાં રહેતી દરેક વ્યક્તિ કરે છે. જે પણ વ્યક્તિ આ કાયદા અને નિયમનું ઉલ્લંઘન કરે છે તેને નક્કી કરેલી સજા પણ આપવામાં આવે છે. ગામની સંસદ જ સજા સંબંધિત નિર્ણય પણ લે છે. 


આ પણ વાંચો: વિશ્વની ટોપ 10 રેસિપીમાં ગાર્લિક નાનનો સમાવેશ, જાણો તંદુર વિના ઘરે કેવી રીતે બનાવવી


આ ગામ હિમાચલ પ્રદેશના કુલ્લુ થી 45 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. આ ગામ અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે પરંતુ ગામનો એક નિયમ છે કે અહીં ફરવા આવતા લોકો ગામ જોઈ શકે છે પરંતુ ગામની અંદર રોકાઈ શકતા નથી. આ ગામના કેટલાક વિચિત્ર નિયમ પણ છે. જેમાંથી એક નિયમ એવો છે કે ગામના કોઈપણ ઘરની દીવાલને અડવાની મનાઈ હોય છે. સાથે જ કોઈ અજાણી વ્યક્તિ ગામની દિવાલને પાર કરી શકતી નથી. જે વ્યક્તિ આ નિયમ તોડે છે તેને દંડ ભરવો પડે છે. 


આ પણ વાંચો: વાળને ખરતાં અટકાવવા હોય તો ડાયટમાં આ વસ્તુઓને આજથી કરો દુર, વાળ ખરતાં બંધ થઈ જાશે


ભારતનો જ એક ભાગ હોવા છતાં હિમાચલ પ્રદેશનું આ ગામ પોતાની ન્યાયપાલિકા ચલાવે છે. ગામની અલગ સંસદ છે જેમાં બે સદન હોય છે. પહેલું ઉપરી સદન જેને જ્યોષ્ઠાંગ કહેવાય છે. અને બીજું નીચલું સદન જેને કનિષ્ઠાંગ કહે છે. જે સ્થાન સદનમાં કુલ 11 સભ્યો હોય છે જેમાં ત્રણ કારદાર, ગુરુ અને પૂજારી હોય છે. જે સ્થાયી સભ્ય હોય છે. અન્ય આઠને ગામના લોકો મતદાન કરીને પસંદ કરે છે. કનિષ્ઠાન સદનમાં ગામના દરેક ઘરની એક વ્યક્તિ સદસ્ય પ્રતિનિધિ હોય છે. સંસદ ભવન તરીકે અહીં એક ચોપાલ આવેલી છે. જ્યાં સંસદના સભ્યો એકઠા થાય છે અને ગામના વિવાદોના અને અન્ય જરૂરી નિર્ણય લે છે.