Dry Skin Care: ઠંડીના કારણે ડ્રાય અને ડેમેજ થયેલી સ્કિનને રીપેર કરવા આ 4 રીતે કરો મલાઈનો ઉપયોગ
Dry Skin Care: તાજી મલાઈમાં મોસ્ચ્યુરાઇઝિંગ પ્રોપર્ટીની સાથે ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. જો તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો છો તો ત્વચાને અંદરથી મોઈશ્ચર મળે છે. આજે તમને મલાઈના ચાર અલગ અલગ ફેસપેક વિશે જણાવીએ જેને તમે શિયાળામાં ઉપયોગમાં લઈ શકો છો.
Trending Photos
Dry Skin Care: શિયાળામાં સૌથી વધારે ડેમેજ ત્વચા થતી હોય છે. ઠંડી હવાના કારણે ત્વચામાંથી મોઈશ્ચર ઉડી જાય છે અને ત્વચા ડ્રાય થઈ જાય છે. ત્વચાની ડ્રાઇનેસના કારણે ત્વચા સંબંધિત અન્ય સમસ્યા પણ વધી શકે છે. ઘણી વખત શિયાળામાં ત્વચા સંબંધીત રોગ પણ થઈ જતા હોય છે જેનું કારણ પણ ત્વચામાં મોઈશ્ચરનો અભાવ હોય છે. ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવા માટે તમે ઘરમાં બનતી તાજી મલાઈનો ઉપયોગ કરી શકો છો.
તાજી મલાઈમાં મોસ્ચ્યુરાઇઝિંગ પ્રોપર્ટીની સાથે ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. જો તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો છો તો ત્વચાને અંદરથી મોઈશ્ચર મળે છે. આજે તમને મલાઈના ચાર અલગ અલગ ફેસપેક વિશે જણાવીએ જેને તમે શિયાળામાં ઉપયોગમાં લઈ શકો છો.
મલાઈના 4 અસરકારક ફેસપેક
મધ અને મલાઈ
ત્વચા ડલ થઈ ગઈ હોય અને ડ્રાયનેસ વધી ગઈ હોય તો બે ચમચી તાજી મલાઈમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ત્વચા પર અપ્લાય કરો અને સર્ક્યુલર મોશનમાં 10 થી 15 મિનિટ માટે મસાજ કરો ત્યાર પછી પાણીથી ત્વચાને સાફ કરો.
ચણાનો લોટ અને મલાઈ
ત્વચા પરથી ડ્રાઇનેસને દૂર કરવા માટે ચણાનો લોટ પણ ઉપયોગી છે તેના માટે બે ચમચી મલાઈમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર અપ્લાય કરો અને પાંચથી સાત મિનિટ માટે ચેહરા પર મસાજ કરો અને પછી 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો ત્યાર પછી પાણીથી તેને સાફ કરો
હળદર અને મલાઈ
મલાઈ અને હળદરનું કોમ્બિનેશન પણ ત્વચાને સારું ટેક્સચર આપે છે. તેનાથી ત્વચા પર પ્રાકૃતિક ગ્લો વધે છે. બે ચમચી મલાઈમાં એક ચપટી હળદર ઉમેરીને તેને મિક્સ કરી ત્વચા પર લગાડો. દસ મિનિટ પછી ચહેરાને સાફ કરી લો.
ઓરેન્જ જ્યુસ અને મલાઈ
સંતરાના રસમાં મલાઈ ઉમેરીને લગાડવાથી પણ ત્વચા પર રોનક આવે છે. તેનાથી ત્વચા પરના ડાઘ પણ ઓછા થવા લાગે છે. એક ચમચી મલાઈમાં એક ચમચી ઓરેન્જ જ્યુસ મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી સામાન્ય પાણીથી ત્વચાને સાફ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે