Weight Loss:વજન ઉતારવા માટે સૌથી વધારે અસરકારક છે વોટર થેરાપી, જાણો કેવી રીતે કરે છે અસર
Water therapy:સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર પાણી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ આ રીતે પાણી પીશો તો શરીરમાં જામેલા ખરાબ તત્વો બહાર નીકળવા લાગશે અને ત્વચામાં પણ મોઈશ્ચર વધશે. પાણી પીવાની આ રીતથી પેટ સંબંધિત સમસ્યાથી પણ મુક્તિ મળે છે.
Trending Photos
Water therapy: અનિયમિત ખાણીપીણી અને અનહેલથી લાઇફ સ્ટાઇલના કારણે અનેક લોકો સ્થુળતાનો શિકાર થાય છે. વજન વધી જાય પછી વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરવાથી લઈને ડાયેટ પ્લાન ફોલો કરી વજન ઉતારવાનો પ્રયત્ન કરે છે. જો તમે પણ સ્થૂળતાના શિકાર હોય અને અલગ અલગ રીતે વજન ઉતારવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો આજે તમને એક ખૂબ જ અસરકારક ટેકનીક વિશે જણાવીએ. છેલ્લા કેટલાક સમયથી વોટર થેરેપીથી વજન ઘટાડવાનું ચલણ વધ્યું છે. જેમાં એક ખાસ રીતે પાણી પીને લોકો પોતાનું વજન ઘટાડે છે અને તેનાથી કેટલાક લોકોને ઝડપથી રિઝલ્ટ પણ મળે છે.
શું છે વોટર થેરાપી ?
વોટર થેરાપીમાં વ્યક્તિ સવારે જાગે એટલે સૌથી પહેલા ત્રણથી ચાર ગ્લાસ ગરમ પાણી અથવા તો રૂમ ટેમ્પરેચરમાં રાખેલું પાણી પીવાનું હોય છે. બ્રશ કર્યા વિના ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી વિશાક્ત પદાર્થ નીકળી જાય છે અને કેલરી ઇન્ટેક પણ ઘટી જાય છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વેટ લોસમાં મદદ મળે છે. સવારે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીધાની 45 મિનિટ પછી જ તમે કંઈ પણ ખાઈ શકો છો.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર પાણી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ આ રીતે પાણી પીશો તો શરીરમાં જામેલા ખરાબ તત્વો બહાર નીકળવા લાગશે અને ત્વચામાં પણ મોઈશ્ચર વધશે. ખાલી પેટ પાણી પીવાની આ રીતથી પેટ સંબંધિત સમસ્યાથી પણ મુક્તિ મળે છે.
આ રીતે શરૂ કરી શકો છો વોટર થેરાપી
જો તમારે પણ વોટર થેરાપી શરૂ કરવી હોય તો સવારે ઊઠીને બ્રશ કર્યા પહેલા ઓછામાં ઓછા ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવું. જો તમે હુંફાળું ગરમ પાણી પી શકતા હોય તો સારામાં સારું અથવા તો તમે રૂમ ટેમ્પરેચર પર રાખેલું પાણી પી શકો છો. પાણી પીધા ની 45 મિનિટ પછી કંઈ પણ ખાવું કે પીવું નહીં. ત્યાર પછી તમે નાસ્તો કરી શકો છો. વોટર થેરાપીને વધારે અસરકારક બનાવવા માટે દિવસના કોઈપણ મીલ વચ્ચે ઓછામાં ઓછો બે કલાકનો ગેપ રાખવો. આ સિવાય દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહેવું પણ જરૂરી છે.
વોટર થેરાપીથી થતા ફાયદા
- વોટર થેરાપી ફોલો કરવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે અને તેનાથી શરીરને એનર્જી પણ મળે છે અને બ્લડ પ્રેશર રેગ્યુલેટ થાય છે. તેનાથી કબજિયાત, માથાનો દુખાવો, કિડની સ્ટોનની સમસ્યા પણ થતી નથી.
- જો તમે દિવસની શરૂઆત પાણી પીને કરો છો તો તેનાથી તમારું પેટ ભરેલું રહે છે અને તમે ઓવર ઈટિંગ કરવાથી બચી જાઓ છો. જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
- સવારે ઊઠીને પાણી પીવાથી ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે અને ત્વચા પર થતા ખીલ, કરચલીઓ, ડાઘ જેવી સમસ્યાથી મુક્તિ મળવા લાગે છે. સાથે જ ચહેરા પર આખો દિવસ નેચરલ ગ્લો રહે છે.
- પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને પેટમાં જામેલા ટોક્સિન રિલીઝ થવા લાગે છે તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે