Holi 2023: ધૂળેટી રંગોનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને રંગ લગાવે છે. પરંતુ શું તમારું ધ્યાન એ વાત પર ક્યારેય ગયું છે કે રંગના આ તહેવારના દિવસે બધા સફેદ રંગના કપડાં જ કેમ પહેરે છે? ધુળેટી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શું છે? આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ધૂળેટી પર સફેદ કપડાં પહેરવાનું જ ચલણ છે. ધૂળેટી પહેલાં મહિલાઓમાં સફેદ કુર્તી અને પુરુષોમાં પણ સફેદ રંગના કુર્તાની ખરીદદારીનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક યુવતીઓ કુર્તીની સાથે સફેદ રંગનો દુપટ્ટો જ લેવાનું પસંદ કરે છે. તો અનેક કલરફુલ દુપટ્ટો નાંખે છે.


2. સફેદ રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પર્વ તમામ મતભેદ અને મનભેદ ભૂલીને ગળે લાગવાનો તહેવાર છે. લોકો ભાઈચારા અને માનવતાને દર્શાવવા માટે હોળી પર સફેદ કપડાં પહેરે છે.


આ પણ વાંચો
Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો



3. શાસ્ત્રો અનુસાર ધૂળેટીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. હોળી અને ધૂળેટી એમ બે દિવસની ઉજવણી અલગ-અલગ પ્રકારની હોય છે. જેમાં પહેલા દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. સત્યનું પ્રતીક છે સફેદ રંગ.


4. સફેદ રંગ પર દરેક રંગ સારી રીતે ઉભરીને આવે છે. સાથે જ સફેદ રંગ કૂલ અને ક્લાસી લુક આપે છે. ધૂળેટીના દિવસે સફેદ રંગના કપડાંની વાત જ કંઈક અલગ છે.


5. લુક ઉપરાંત લોકો ધૂળેટીના દિવસે સફેદ રંગના કપડાં એટલે પહેરે છે. કેમ કે ગુલાલનો દરેક રંગ સારી રીતે દેખાય. સફેદ કપડાં એક સફેદ કેન્વાસ જેવા લાગે છે જેના પર અનેક રંગોથી કલાકારી કરવામાં આવી હોય. ધૂળેટીના રંગથી રંગીન બનેલ કપડામાં ફોટો સારા આવે છે. ફોટો કલરફુલ હોય છે. જેને જોઈને મન ખુશ થઈ જાય છે.


આ પણ વાંયો:
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
રાશિફળ 28 ફેબ્રુઆરી: આ જાતકો માટે ભારે ઉથલપાથલવાળો રહેશે દિવસ, વાણી પર સંયમ રાખવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube