How to Make Crispy Potato Wafers: બટેટાની વેફરની વાત આવે તો મોઢામાં પાણી આવી જાય છે. બટેટાની વેફર ભાવે તો છે પરંતુ તેને પહેલા તેને બાફી પછી તેને તડકામાં સુકાવા મૂકો.. આ બધી જ પ્રોસેસમાં ખૂબ જ સમય લાગે છે અને પછી બટેટાની વેફર બનાવવાનું કેન્સલ થઈ જાય છે. પરંતુ તમારે હવે આવું નહીં કરવું પડે. જો તમને બટેટાની વેફર ભાવે છે તો આજે તમને સરળ રીતે કરકરી વેફર બનાવવાની રીત જણાવીએ. આ વેફર બનાવવા માટે તમારે બટેટાને સ્લાઈસ કરી બાફવા પણ નહીં પડે અને તડકામાં સુકવવા પણ નહીં પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા


આકરી ગરમીમાં પણ કોકોનટ મલાઈ આઈસક્રીમ તમને રાખશે Cool Cool, બનાવવાની રીત છે એકદમ સરળ


તળતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો પુરીમાં નહીં જાય વધારે તેલ અને રહેશે એકદમ ફરસી


બટેટાની વેફર બનાવવાની સામગ્રી


ત્રણ મોટા બટેટા
ચાર કપ ઠંડુ પાણી
તળવા માટે તેલ
કાશ્મીરી લાલ મરચું પાવડર
સંચળ


વેફર બનાવવાની રીત


સૌથી પહેલા બટેટાની છાલ ઉતારી પાણીથી તેને સાફ કરો. ત્યાર પછી બટેટાની પાતળી પાતળી સ્લાઈસ બનાવો. આ સ્લાઈસને એક મોટા બાઉલમાં રાખી તેમાં ઠંડુ પાણી ઉમેરો. પાંચ મિનિટ સ્લાઈસને બરફના પાણીમાં જ રહેવા દો અને પછી સ્લાઈસને બહાર કાઢી કિચન ટોવેલ પર પાથરી દો. જેથી તેમાં રહેલું વધારાનું પાણી નીકળી જાય. ત્યાર પછી તેલ ગરમ મૂકો. તેલ ગરમ થઈ જાય પછી આંચને મધ્યમ રાખી અને થોડી થોડી કરી બટેટાની સ્લાઈસ તેમાં ઉમેરો. બટેટાની સ્લાઈસને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.


બટેટાની બધી જ સ્લાઈસ તડાઈ જાય એટલે એક મોટા બાઉલમાં તેને રાખો. હવે એક વાટકીમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને સંચળ સ્વાદ અનુસાર લઈને મિક્સ કરો. તૈયાર કરેલી બટેટાની વેફર ઉપર આ મસાલો છાંટો અને વેફરને ઠંડી થવા દો. વેફર ઠંડી થઈ જાય પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં તેને સ્ટોર કરો.