આકરી ગરમીમાં પણ કોકોનટ મલાઈ આઈસક્રીમ તમને રાખશે Cool Cool, બનાવવાની રીત છે એકદમ સરળ

Coconut Malai Ice Cream: આજે તમને નાળિયેરની મલાઈનો ઉપયોગ કરીને મલાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત જણાવીએ. કોકોનટ મલાઈ આઈસ્ક્રીમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ગરમીના દિવસો માટે આ એક ઉત્તમ આઈસ્ક્રીમ છે.

આકરી ગરમીમાં પણ કોકોનટ મલાઈ આઈસક્રીમ તમને રાખશે Cool Cool, બનાવવાની રીત છે એકદમ સરળ

Coconut Malai Ice Cream: નાળિયેરની મલાઈ હેલ્ધી ફેટ હોય છે અને તેમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરને પણ લાભ કરે છે. નાળિયેરનું પાણી તો તમે આજ સુધી ઘણી વખત કીધું હશે પરંતુ મોટા ભાગે લોકો તેની મલાઈ ખાતા નથી અને તેને છોડી દે છે. તો આજે તમને નાળિયેરની મલાઈનો ઉપયોગ કરીને મલાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત જણાવીએ. કોકોનટ મલાઈ આઈસ્ક્રીમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ગરમીના દિવસો માટે આ એક ઉત્તમ આઈસ્ક્રીમ સાબિત થાય છે. કારણ કે તેનાથી પાચન પણ સારું રહે છે, શરીરને ઠંડક મળે છે અને નાળિયેરની મલાઈના કારણે શરીરમાં એનર્જી પણ વધે છે. 

આ પણ વાંચો:

કોકોનેટ મલાઈ આઈસ્ક્રીમ બનાવવાની સામગ્રી

નાળિયેર પાણી
કોકોનટ મલાઈ
ખાંડ
હેવી ક્રીમ
વેનીલા એસેન્સ

આઇસ્ક્રીમ બનાવવાની રીત

આઇસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક બ્લેન્ડર લેવું અને તેમાં નાળિયેરની મલાઈ અને નાળિયેરનું પાણી ઉમેરી તેની અંદર ખાંડ, ક્રીમ અને વેનીલા એસેન્સ ઉમેરી દેવું. આ બધી જ વસ્તુને સારી રીતે બ્લેન્ડ કરીને સ્મુધ મિક્સર બનાવી લો. હવે આ તૈયાર કરેલા મિક્સરને આઈસ્ક્રીમના ટીમમાં ભરીને ફ્રીઝરમાં રાખી દો. ત્રણથી ચાર કલાકમાં તે સેટ થઈ જશે અને પછી તેને બહાર કાઢીને ફરી એક વખત બ્લેન્ડ કરી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરીને ફ્રીઝરમાં સેટ કરી સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news