Trending Reels : તમને ભરોસો નહીં જાય એવું તમને રિઝલ્ટ મળશે પણ એ પણ સવાર પડતાંની સાથે જ ગૃહિણીઓ માટે કિચન સંભાળવું એટલે ટેન્શનભર્યું કામ હોય છે. કિચનમાં નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવું પડે છે. અનેકવાર ગૃહિણીઓને રાતે ઊંઘ પણ નથી આવતી, જો તેમનું કિચન ચોખ્ખું ન હોય. રાત પડ્યે જ કિચનમાં ઉંદર, ગરોળી, વંદા ફરતા થઈ જાય છે. આ જીવો જોઈને ચીતરી ચઢી જાય. આવામાં જો તેમને આવા જીવોથી મુક્તિ મેળવવી હોય તો એક ઘરગથ્થુ ઉપચાર તમારા કામમાં આવશે. આ છે ડુંગળીનો દેશી જુગાડ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાતે ઊંઘતા પહેલા ગેસ પર ડુંગળી


ડુંગળીનો ઉપયોગ સામાન્ય રીતે રસોઈમાં થાય છે. પરંતુ ડુંગળીનો એક અનોખો વપરાશ પણ છે. એક ગૃહિણીએ આપણને જણાવ્યું કે, કેવી રીતે ડુંગળીના મદદથી કિચન પરથી વંદા, ગરોળી અને અને જંતુઓને દૂર રાખી શકાય છે. આ ગૃહિણીએ રાતે ઊંઘતા પહેલા ગેસ પર ડુંગળી રાખવાની સલાહ આપી છે. ડુંગળીને સ્લાઈસમાં કાપીને તેની અલગ અલગ સ્લાઈસ ગેસ પર મૂકવી.


દૂધમાં ચાંદલો નાંખતા જ કમાલ થઈ ગયો, મહિલાઓ આ દેશી જુગાડ લોકોમાં પોપ્યુલર થયો


હવે જાણો કે ડુંગળી ગેસ પર મૂકવાનો શું ફાયદો. ડુંગળીની સ્લાઈસ કાપીને ગેસ પર મૂકવામાં આવી છે. ડુંગળીની સ્લાઈલ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી છે. આખી રાત ડુંગળીની સ્લાઈસ કિચન પર આવી જ રીતે રાખી મૂકવામાં આવી છે. સવાર પડે એટલે તેને ઉંચકીને કિચન સાફ કરી લેવાનું.


એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા


ડુંગળીની તીવ્ર વાસથી ભાગી જશે


આ ઉપચારથી કિચન પર આખી રાત ફરતા ઉંદર, ગરોળી, વંદા તેમજ અન્ય જીવજંતુઓ કિચનથી દૂર રહે છે. આવી જીવ કિચન તરફ ફરકવાની હિંમત પણ નથી કરતા. કારણ કે, ડુંગળીની તીવ્ર ગંઘને કારણે આ જીવો કિચનથી દૂર રહે છે. તેથી તમે પણ તમારા કિચનને ચોખ્ખા રાખી શકો છો. આવી એક ગૃહિણીની સલાહ છે. જેના પગલે તમારું કીચન ખરાબ નહીં થાય અને આ તમામ જીવજંતુઓ કિચનથી 100 ફૂટ દૂર જ રહેશે. ડુંગળીમાં એટલી તીવ્ર વાસ હોય છે કે તેઓ આસપાસ પણ ફરકવાનું નામ લેતા નથી. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)


ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ