Yellow Teeth: દાંત પીળા થઈ જાય તો તેને કોઈપણ રીતે છુપાવી શકાતા નથી. દાંત પીળા થવાની પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. એકવાર દાંત પીળા થઈ જાય તો તેના કારણે શરમ-સંકોચનો અનુભવ થાય છે. જો તમે પણ દાંતની પીળાશી પરેશાન રહેતા હોય અને દાંતને સફેદ કરવા માટે કોઈ ટ્રીટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે ટ્રીટમેન્ટ પાછળ ખર્ચો કરવાની જરૂર નથી. આજે તમને એવો જોરદાર ઘરેલુ નુસખો જણાવીએ જેની મદદથી પીળા દાંતને મોતી જેવા સફેદ ચમકાવી શકો છો. આ કામમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Makeup Tips: આ ટીપ્સ ફોલો કરશો તો વરસાદમાં પલળ્યા પછી પણ ખરાબ નહીં થાય મેકઅપ


પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવવા હોય તો રોજ તમારે ઘરમાં જ રહેલા એક છોડના પાન ચાવવાના છે. જે છોડની અહીં વાત થઈ રહી છે તે છે તુલસીનો છોડ. તુલસીના પાનને ચાવવાથી પીળા દાંત સફેદ થઈ જાય છે. 


તુલસી જે રીતે શરીરને લાભ કરે છે તે રીતે દાંતને પણ સફેદ કરવામાં મદદ કરે છે. તુલસીમાં દાંતને સફેદ કરવાની અને બ્લીચ કરવાની ક્ષમતા હોય છે. તો ચાલો તમને જણાવીએ પીળા દાંતને સફેદ કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો ?


આ પણ વાંચો: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો


દાંતને સફેદ કરવા માટે 15 થી 20 તુલસીના પાન લઇ તેને પીસીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટથી સવારે અને રાત્રે દાંત ઉપર બ્રશ કરો. આ સિવાય તુલસીના પાનને સારી રીતે સુકવી અને તમે તેનો પાવડર પણ બનાવી શકો છો. આ પાવડરને દાંત પર મંજનની જેમ ઉપયોગમાં લેવો. આ સિવાય તમે તુલસીના પાનને ચાવી પણ શકો છો. તુલસીના પાન ચાવવાથી પણ દાંત ધીરે ધીરે સફેદ થવા લાગે છે. 


તુલસીના પાનના અન્ય ફાયદા 


આ પણ વાંચો: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? જાણો બંનેના ફાયદા અને નુકસાન વિશે


તુલસીના પાન પીળા દાંતને ચમકાવવામાં મદદ કરે છે અને તેની સાથે જ જે લોકોને દાંતમાં દુખાવો રહેતો હોય તેને પણ ફાયદો કરે છે. દાંતના દુખાવા અને પેઢાની સમસ્યામાં તુલસીના પાન ચાવવાથી રાહત થાય છે. જે લોકોને મોઢામાંથી વાસ આવતી હોય તેમણે પણ તુલસીના પાન દિવસ દરમિયાન ચાલવા જોઈએ. તેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)