Anti Aging Masks: આ હોમમેડ ફેસપેકનો ઉપયોગ કરશો તો 50 ની ઉંમરે પણ દેખાશો 20 જેવા યુવાન
Anti Aging Masks: જે લોકોને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો હોય તેઓ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ એન્ટી એજન્ટ ફેસપેક તૈયાર કરી શકે છે. આ ફેસપેક ચહેરા પરની કરચલીઓ અને ફાઈનલ લાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. સાથે ત્વચા ને યુવાન અને ગ્લોઇંગ બનાવે છે.
Anti Aging Masks: વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ અને ફાઈનલાઇન્સ દેખાય તે સામાન્ય છે. આ એજિંગના લક્ષણો હોય છે. જોકે કેટલાક લોકોને ઉંમર પહેલાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા માંડે છે. આવું થવાની પાછળ પણ ઘણા બધા કારણ જવાબદાર હોય છે જેમ કે પોષણનો અભાવ, ખરાબ જીવનશૈલી, પાણી ઓછું પીવું, એક્સરસાઇઝ ન કરવી, સ્ટ્રેસ અને વ્યસન. આ કારણોના લીધે પણ ચહેરા પર ઝડપથી કરચલીઓ દેખાવા લાગે છે.
આ પણ વાંચો: વજન ઘટાડવું છે ? તો બીજું બધું છોડો ખાલી રોટલીનો લોટ બદલો, 1 મહિનામાં દેખાશે રીઝલ્ટ
ચહેરા પર પડતી કરચલીઓને દૂર કરવા માટે માર્કેટમાં અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ પણ મળે છે. જોકે કેટલાક લોકો માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ હાનિકારક સાબિત થાય છે. જે લોકોને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો હોય તેઓ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ એન્ટી એજન્ટ ફેસપેક તૈયાર કરી શકે છે. આ ફેસપેક ચહેરા પરની કરચલીઓ અને ફાઈનલ લાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. સાથે ત્વચા ને યુવાન અને ગ્લોઇંગ બનાવે છે.
એન્ટી એજિંગ ફેસ માસ્ક
આ પણ વાંચો: વધતી ઉંમરે પણ જુવાન દેખાવું હોય તો રોજ કરો આ ફેસિયલ યોગ, ચહેરા પર નહીં પડે કરચલીઓ
1. એજિંગના લક્ષણોને ઘટાડવા માટે કેળા અને મધનો ફેસ માસ્ક લગાડી શકાય છે. મધ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે અને ત્વચાની ગંદકીને સાફ પણ કરે છે. સાથે જ કેળા સ્કીનને ટાઈટ કરે છે અને કરચલીઓ ઘટાડે છે. આ ફેસ પેક બનાવવા માટે એક પાકેલા કેળાને સારી રીતે મેશ કરી લો. ત્યાર પછી તેમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. 20 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરો. આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે.
આ પણ વાંચો: ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો દૂધની શુદ્ધતા, મિનિટોમાં ખબર પડી જશે દુધ અસલી છે કે નકલી
ઈંડાનો ફેસ માસ્ક
જો તમે ઈંડાનો ઉપયોગ કરતા હોય તો ઈંડાનો આ ફેસ માસ્ક પણ એન્ટી એજિંગ ગુણ ધરાવે છે. તેનાથી પણ ચહેરાની કરચલીઓને દૂર કરીને સ્કીનને ટાઈટ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં એક ઈંડાનો સફેદ ભાગ, અડધી ચમચી મલાઈ અને પાંચથી છ ટીપા લીંબુના રસના મિક્સ કરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને બ્રશની મદદથી ચહેરા પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ ફેસ માસ્કનો ઉપયોગ કરશો એટલે ચહેરા પર ટાઈટનેસ દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)