Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે ? તો બીજું બધું છોડો ખાલી રોટલીનો લોટ બદલો, 1 મહિનામાં દેખાશે રીઝલ્ટ

Flour For Weight Loss: સામાન્ય રીતે રોટલી માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વજન ઘટાડવું હોય તો આ લોટનો ઉપયોગ કરવો નહીં.. વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટ સિવાય તમે પાંચ લોટનો ઉપયોગ કરી શકો છો જે વજન ઘટાડવામાં મદદ કરશે.

Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે ? તો બીજું બધું છોડો ખાલી રોટલીનો લોટ બદલો, 1 મહિનામાં દેખાશે રીઝલ્ટ

Flour For Weight Loss: વજન વધી જાય તો તેનાથી છુટકારો મેળવવો સરળ નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે વજન ક્યારેય ન ઘટાડી શકાય. જો તમને વજન ઘટાડવાની સાચી રીત ખબર હોય તો વજન સરળતાથી ઘટી પણ શકે છે. તેના માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. જો વજન ઘટાડવું હોય તો તેમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જેમકે તમે દિવસ દરમિયાન શું ખાવ છો ? કારણ કે જે પણ તમે ખાવ છો તે તમારા શરીરના ફેટને વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. જો તમારે શરીરની વધેલી ચરબીથી ઝડપથી મુક્તિ મેળવવી હોય તો બસ એક ફેરફાર કરો તો પણ ફરક જોવા મળે છે. 

ઝડપથી વજન ઘટાડવું હોય તો રોટલીનો લોટ બદલી દેવો જોઈએ. તમે કયા લોટની રોટલી ખાવ છો તે પણ ખૂબ જ જરૂરી છે. લોટ શરીરમાં ચરબીને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે રોટલી માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વજન ઘટાડવું હોય તો આ લોટનો ઉપયોગ કરવો નહીં.. વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટ સિવાય તમે પાંચ લોટનો ઉપયોગ કરી શકો છો જે વજન ઘટાડવામાં મદદ કરશે. 

જવનો લોટ 

જવનો લોટ ફાઇબરથી ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેના કારણે તમે અનહેલ્ધી ફૂડ ખાવાથી બચો છો. તેમાં બીટા ગ્લુકોન હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. 

જુવારનો લોટ 

જુવારનો લોટ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જુવારના લોટની રોટલી ખાશો તો કલાકો સુધી ભૂખ નહીં લાગે જેના કારણે વેઈટલૉસ ડાયેટ ફોલો કરવામાં મદદ મળે છે. આ લોટ ગ્લુટન ફ્રી હોય છે જેના કારણે પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. 

બાજરાનો લોટ 

બાજરાનો લોટ મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને ફેટ બાળવામાં પણ મદદ કરે છે. વેઈટ લોસ માટે આ લોટ ખૂબ જ ફાયદો કરે છે. આ લોટ પણ ગ્લુટન ફ્રી હોય છે અને પૌષ્ટિક પણ હોય છે. 

ચણાનો લોટ 

ચણાનો લોટ પ્રોટીનથી ભરપૂર હોય છે જે સ્નાયુને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ચણાના લોટમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગરને અચાનક વધતા અટકાવે છે. 

અળસીનો લોટ 

અળસીનો લોટ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે હાર્ટના સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તેમાં ફાઇબર હોય છે જે પેટ ઝડપથી ભરાયાનો અનુભવ કરાવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 

વજનને ઝડપથી ઘટાડવું હોય તો લોટ બદલવાની સાથે જ દિવસ દરમિયાન વ્યાયામ પણ કરવો અને સંતુલિત આહાર લેવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news