Facial Yoga: વધતી ઉંમરે પણ જુવાન દેખાવું હોય તો રોજ કરો આ ફેસિયલ યોગ, ચહેરા પર ક્યારેય નહીં પડે કરચલીઓ

Facial Yoga: આજે તમને કેટલીક આવી જ એક્સરસાઇઝ વિશે જણાવીએ જેને રોજ પાંચ મિનિટ પણ કરી લેશો તો વધતી ઉંમરે પણ ચહેરા પર કરચલીઓ નહીં પડે. 

Facial Yoga: વધતી ઉંમરે પણ જુવાન દેખાવું હોય તો રોજ કરો આ ફેસિયલ યોગ, ચહેરા પર ક્યારેય નહીં પડે કરચલીઓ

Facial Yoga: વધતી ઉંમરની અસર ચહેરા પર કરચલીઓ તરીકે જોવા મળે છે. આવું એટલા માટે થાય છે કે વધતી ઉંમરે કોલેજનનું ઉત્પાદન શરીરમાં ઘટી જાય છે જેના કારણે ચહેરાની ચમક ઓછી થવા લાગે છે. તેવામાં વધતી ઉંમરે યુવાન દેખાવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જો તમે કેટલીક ફેસિયલ એક્સરસાઇઝ નિયમિત કરો છો તો વધતી ઉંમરે પણ ચહેરાની સુંદરતા એવી ને એવી રહી શકે છે. આજે તમને કેટલીક આવી જ એક્સરસાઇઝ વિશે જણાવીએ જેને રોજ પાંચ મિનિટ પણ કરી લેશો તો વધતી ઉંમરે પણ ચહેરા પર કરચલીઓ નહીં પડે. 

ચહેરાની સુંદરતા વધારતી ફેશિયલ એક્સરસાઇઝ 

- તર્જની અને મધ્યમાં આંગળીનો ઉપયોગ કરીને વી નો આકાર બનાવો અને પોતાની આંગળીઓને આંખના બંને ખૂણાના ભાગે રાખો. આંગળી રાખી હોય તે જગ્યાએ હળવું દબાણ કરો અને આંખને છ વખત બંધ કરો અને છ વખત ખોલો. આ એક્સરસાઇઝ કરવાથી આંખની આસપાસ દેખાતી કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે. તેનાથી આંખની આસપાસ કરચલીઓ પડતી નથી. 

- આ એક્સરસાઇઝ ગરદન અને જડબાના સ્નાયુને મજબૂત બનાવે છે અને તેને ઢીલા પડતા અટકાવે છે. તેના માટે પીઠ સીધી અને ખભા ને આરામદાયક સ્થિતિમાં રાખીને બેસો અથવા તો ઊભા રહો. ત્યાર પછી માથાને થોડું પાછળની તરફ ઝૂકાવી અને છત તરફ જોવું. આ સમયે હોઠને ટાઈટ બંધ કરીને જીભને તાળવા પર અડાડો. ધીરે ધીરે નીચેના હોઠને ઉપરના હોઠ પર લાવો. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ સુધી રહેવું અને પછી રિલેક્સ થવું. આ એક્સરસાઇઝ પાંચ થી દસ વખત કરવી.

- આ સિવાય ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે રોજ રાત્રે પગના તળિયામાં તેલ લગાડી પાંચ મિનિટ માલિશ કરવી. માલિશ કરવાથી પણ સારી ઊંઘ આવશે, ચહેરા પર નિખાર વધશે અને પિરિયડ સમયે થતો દુખાવો મટશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news