Hair Spa At Home:અનિયમિત અને દોડધામવાળી જીવનશૈલીના કારણે વાળ ઝડપથી ખરાબ થાય છે. પોષણનો અભાવ, પ્રદૂષણ તેમજ હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટનો ઉપયોગ વાળને ડ્રાય અને ડેમેજ કરે છે. વાળની આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો સરળ રસ્તો છે હેર સ્પા. જોકે હેર સ્પા ટ્રીટમેન્ટ કરાવવા માટે પાર્લર જોવું મોંઘું પડી શકે છે. તેની સામે તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સ્પા જેવું પોષણ આપી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ માપ અને ટીપ્સ ફોલો કરી કચોરી બનાવશો તો પોચું નહીં પડે પડ, બનશે એકદમ ક્રિસ્પી


હેર સ્પા વાળને પોષણ આપવાની ટ્રીટમેન્ટ છે. હેર સ્પામાં સ્કેલ્પની સારી રીતે સફાઈ કરવામાં આવે છે, તેલ માલિશ કરવામાં આવે છે, વાળનું કન્ડિશનિંગ કરવામાં આવે છે અને પછી વાળને સ્ટીમ આપવામાં આવે છે. વાળ પર થતી આ પ્રક્રિયા વાળને સુંદર અને મજબૂત બનાવે છે સાથે જ ડેન્ડ્રફ અને ખરતા વાળની સમસ્યા દૂર કરે છે. હેર સ્પા કરાવવાથી વાળ સોફ્ટ અને ચમકદાર બને છે. હેર સ્પા કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે જેના કારણે હેર ગ્રોથ વધે છે. 


આ પણ વાંચો: ગુજરાતની નજીક જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ આ જગ્યાએ, જુઓ Photos


હેર સ્પાથી થતા આ બધા જ ફાયદા તમે ઘરે પણ મેળવી શકો છો. પાર્લરમાં વારંવાર સ્પા કરાવવા જવું ખર્ચાળ સાબિત થાય છે આવી સ્થિતિમાં તમે ઘરેલુ વસ્તુઓની મદદથી પણ આ બધા ફાયદા મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે ઘરે જ સ્પા જેવું રીઝલ્ટ મેળવી શકો છો.


આ પણ વાંચો: Kitchen Tips: અનાજમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ


રાઈસ વોટર સ્પા


મોટાભાગના લોકો ચોખા સાફ કરેલું પાણી ફેંકી દેતા હોય છે પરંતુ વાસ્તવમાં આ પાણી પોષક તત્વ થી ભરપૂર હોય છે. આ પાણીનો ઉપયોગ વાળ પર કરશો તો વાળમાં સ્પા કરાવ્યા જેવી ચમક અને મજબૂતી આવશે. તેના માટે સૌથી પહેલા વાળમાં સારી રીતે ઓઇલિંગ કરો. ત્યાર પછી વાળને શેમ્પુથી ધોઈ લો. હવે કન્ડિશનિંગના સ્ટેપ માટે વાળને રાઈસ વોટરથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક વખત કરી લેવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.


આ પણ વાંચો: Dark Neck Remedy: ગરદન પર જામેલા મેલને મિનિટોમાં સાફ કરી શકે છે રસોડાની આ 5 વસ્તુઓ


એલોવેરા અને ઓલિવ ઓઈલનું માસ્ક


જો તમારા વાળ ડ્રાય હોય તો તેને ચમકદાર બનાવવા માટે તમે ઘરે એલોવેરા અને ઓલિવ ઓઇલનું હેર માસ્ક લગાવવાનું શરૂ કરો. તેના માટે એક કેળાની પેસ્ટ કરી તેમાં એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો. હવે આ મિશ્રણની પેસ્ટ બનાવી અને વાળમાં લગાડો. 20 મિનિટ પછી હુંફાળા પાણીથી વાળ સાફ કરી લો. 


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા આ 5 કામ કરશો તો, વાળને સુંદર બનાવવા અન્ય કોઈ ઉપાય કરવા નહીં પડે


ગ્રીન ટી માસ્ક


જો તમારા વાળ ખૂબ જ ખરે છે તો સ્કેલ્પને સાફ કરવા માટે ગ્રીન ટી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે ગ્રીન ટી બેગને ગરમ પાણીમાં ઉકાળો. આ પાણીને ઠંડુ કરી લો. ઠંડા કરેલા પાણીને સ્કેલ્પમાં સ્પ્રે બોટલની મદદથી કે કોટનની મદદથી લગાડો અને પછી હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી વાળને શેમ્પુ અને કન્ડિશનર કરો.


આ પણ વાંચો: સોફાના ફેબ્રિક પર પડેલા ડાઘ 10 મિનિટમાં સાફ કરી દે તેવી જોરદાર છે આ ટ્રીક


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)