Rainy Weather: ચોમાસાની શરૂઆત સાથે જ આ વર્ષે રાજ્યભરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદની શરૂઆત થતાં જ ગરમીથી તો છુટકારો મળી જાય છે પરંતુ આ સિઝન દરમિયાન કપડાને લઈને એક મોટી સમસ્યા ગૃહિણીઓને સતાવે છે. વરસાદી વાતાવરણમાં તડકો નીકળતો નથી અને ઘરની અંદર કપડાં સૂકવવાથી તેની અંદરથી ભેજની વાસ આવવા લાગે છે. કપડાને ઘરની અંદર સુકવવાથી તે કોરા તો થાય છે પરંતુ તેમાંથી સ્મેલ જતી નથી. ચોમાસા દરમિયાન કપડાને સારી રીતે કોરા કરવા અને તેમાંથી વાસ દૂર કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા તમે કપડાં ધોતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકો છો. જો આ પાંચ સરળ કામ તમે કરશો તો ચોમાસા દરમિયાન કપડામાંથી ભેજની વાસ નહીં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન


સવારના વાતાવરણમાં માત્ર 30 મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ 3 ગજબના ફાયદા


ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળે છે વિઝા
 


1. ચોમાસા દરમિયાન લોન્ડ્રી બેગમાં કપડાં એકઠા કરવાનું ટાળો. એક કરતાં વધારે દિવસના કપડા એકઠા કરવાથી તેમાં ભેજ બેસી જાય છે અને વાસ આવે છે. ચોમાસા દરમિયાન ઓછા હોય તો પણ નિયમિત કપડા ધોઈ લેવાનું રાખો.


2. વરસાદમાં પલળી ગયા હોય તો પલડેલા કપડાને જ્યાં ત્યાં મૂકીને રાખો. ભીના થયેલા કપડાને તુરંત જ ધોઈ લેવા અને ડ્રાયરમાં સુકવી અને પહોળા કરી દેવા જેથી તેમાં વાસ ન આવે.


3. ચોમાસા દરમિયાન રેગ્યુલર વોશિંગ પાવડર ની સાથે કપડાં ધોતી વખતે બેકિંગ સોડા અથવા તો વિનેગર ઉમેરી દેવું તેનાથી ભેજ નિવાસથી છુટકારો મળી જશે.


4. કપડાં ધોયા પછી તેને સુકવવા માટે તડકાની રાહ ન જોવી અને મશીન માંથી કાઢી ઘરની અંદર જ પહોળા કરી દેવા જેથી કપડામાં હવા લાગે અને તેમાંથી ભેજ દૂર થઈ જાય. પછી જ્યારે વાતાવરણ સાફ થાય તો તેને તડકામાં મૂકી કોરા કરી લેવા.


5. કપડાં ધોવા માટે તમે જે પાણીમાં તેને પલાળો છો તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી દેવો. આમ કરવાથી કપડામાંથી વાસ નહીં સુગંધ આવશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)