સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન

White Spots On Skin: આ સમસ્યામાં ત્વચાનો રંગ બદલવા લાગે છે અને ત્વચા ઉપર સફેદ ડાઘ પડી જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જેના કારણે હાથ, પગ, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ત્વચાના રંગમાં ફેરફાર થવા લાગે છે. 

સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન

White Spots On Skin:સ્ટ્રેસ, ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ વધતું જાય છે. ત્વચાની સમસ્યામાં સૌથી ગંભીર ત્વચા પર સફેદ ડાઘ પડવાની સમસ્યા હોય છે. તેને મેડિકલ ભાષામાં વીટીલીગો કહેવાય છે. આ સમસ્યામાં ત્વચાનો રંગ બદલવા લાગે છે અને ત્વચા ઉપર સફેદ ડાઘ પડી જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જેના કારણે હાથ પગ ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ત્વચાના રંગમાં ફેરફાર થવા લાગે છે. આ બીમારી થાય તે વ્યક્તિને તડકાના કારણે ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યામાં આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી સફેદ ડાઘને વધતા અટકાવી શકાય છે. 

ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ

આ પણ વાંચો:

1. ત્વચા નિષ્ણાંતો અનુસાર જે લોકોને ત્વચા સંબંધિત આ રોગની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં ગ્રીન ટીનો સમાવેશ કરવો જોઈએ. ગ્રીન ટી માં રહેલા તત્વ ત્વચા પર વધતા સફેદ ડાઘને ઓછા કરવામાં મદદ કરે છે.

2. આ બીમારીથી પીડિત લોકોએ પોતાના આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ કેળા, સફરજન, બીટ, ગાજર જેવી વસ્તુઓનું સેવન પણ વધારે કરવું જોઈએ. 

3. જે વ્યક્તિને આ પ્રકારની તકલીફ હોય તેણે પોતાના ભોજનમાં વિટામીન બી, વિટામીન સી, એમિનો એસિડ અને ફોલિક એસિડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ પોષક તત્વો ત્વચા પર પડતા સફેદ ડાઘને રોકવામાં મદદ કરે છે. 

4. ત્વચાની આ તકલીફ હોય તે વ્યક્તિએ દૈનિક આહારમાં મગની દાળ અને તુવેરની દાળનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. આ સાથે જ કાળા ચણા ખાવાથી પણ ફાયદો થાય છે.

5. ત્વચા સંબંધિત આ વિકારને કંટ્રોલ કરવા માટે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાનું રાખવું જોઈએ. 

6. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ત્વચાની આ સમસ્યા હોય તેણે કાબુલી ચણા, મેંદો, બટેટા, દૂધ અને દૂધની બનાવટો ખાવાનું ટાળવું જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news