Oil for Hair Fall: ખરતા વાળને અટકાવતું ઓનિયન ઓઈલ આ રીતે બનાવો ઘરે, 7 દિવસમાં જ વાળ ખરવાનું થશે બંધ
Oil for Hair Fall:આજે તમને ખરતા વાળને અટકાવવાનો એક રામબાણ ઈલાજ જણાવીએ. આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ખરતા વાળને તુરંત અટકાવે છે અને નવા વાળનો ગ્રોથ વધારે છે.
Oil for Hair Fall: વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ બંનેના વાળ થોડા તો ખરતા જ હોય છે. પરંતુ નિયમિત રીતે વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે તો તે ગંભીર સમસ્યા બની જાય છે. વાળ ખરવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે જેમ કે સ્ટ્રેસ, હોર્મોનલ ચેન્જ, પોષણની ખામી અને વાળની સંભાળનો અભાવ.
આમાંથી કોઈ પણ કારણસર તમારા વાળ પણ વધારે પ્રમાણમાં ખરી રહ્યા છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને ખરતા વાળને અટકાવવાનો એક રામબાણ ઈલાજ જણાવીએ. આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ખરતા વાળને તુરંત અટકાવે છે અને નવા વાળનો ગ્રોથ વધારે છે.
આ પણ વાંચો: આ છે ભારતના 5 રોમેન્ટિક શહેરો, હનીમૂન અને વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે છે બેસ્ટ જગ્યા
તેલ બનાવવાની સામગ્રી
નાળિયેર તેલ એક લીટર
કલોંજી અડધો કપ
ફ્લેક્સ સીડ્સ અડધો કપ
મેથી દાણા અડધો કપ
લવિંગ બે ચમચી
15 થી 20 નાની ડુંગળી
આમળા અડધો કપ
એલોવેરા જેલ એક કપ
તુલસીના પાન એક મુઠ્ઠી
નાગરવેલ ના પાન એક મુઠ્ઠી
જાસૂદના પાન એક મુઠ્ઠી
મીઠો લીમડો એક મુઠ્ઠી
એક ગુલાબની પાંદડી
આ પણ વાંચો: હનીમૂન માટે આનાથી બેસ્ટ એક પણ ડેસ્ટિનેશન નથી, ફોટો જોઈને ટિકિટ બુક કરાવવાનું મન થશે
તેલ બનાવવાની રીત
સૌથી પહેલા એક મોટી અને ઊંડી કઢાઈ લેવી અને તેમાં નાળિયેર તેલ ગરમ કરવા મુકો. નાળિયેરનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કલોંજી, અળસી, મેથી દાણાસ લવિંગ અને ડુંગળી ઉમેરીને સારી રીતે ઉકાળો.
આ સામગ્રી સારી રીતે ઉકળી જાય પછી તેમાં બધા જ પાન ઉમેરી દો. ત્યાર પછી 20 મિનિટ સુધી તેલને ઉકાળો.
20 મિનિટ પછી ગેસ બંધ કરી તેલને ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઈ જાય એટલે તેને કાચની બોટલમાં ભરી લો. હવે આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરો. તમે જોશો કે તમારા વાળ ખરવાનું ધીરે ધીરે ઓછું થવા લાગશે.
આ પણ વાંચો: એલોવેરા જેલ અને હળદર.. બસ આ બે વસ્તુ એકેએક સફેદ વાળને મૂળમાંથી કરી નાખશે કાળા
આ તેલનો ઉપયોગ શરૂ કરો તેની સાથે આહાર અને લાઈફ સ્ટાઈલમાં પણ થોડા ફેરફાર કરો. જેમકે સ્ટ્રેસ ઓછો કરવા માટે નિયમિત યોગ અને ધ્યાન કરો. આ સિવાય પૌષ્ટિક આહારનો ભોજનમાં સમાવેશ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)