આ છે ભારતના 5 રોમેન્ટિક શહેરો, હનીમૂન અને વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન

Romantic Destinations For Couples: જો તમે આ વર્ષે તો આ વેલેન્ટાઈન વીકમાં તમારા જીવનસાથી સાથે ભારતના કોઈ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને ભારતના 5 એવા શહેરો વિશે જણાવીએ જ્યાં જઈને તમે પાર્ટનર સાથે રોમાન્સભરી ક્ષણો માણી શકો છો. આ શહેરોમાં તમે તમારું હનીમૂન પણ પ્લાન કરી શકો છો.

દાર્જિલિંગ 

1/5
image

દાર્જિલિંગની સુંદરતા તમારા પ્રેમની ક્ષણોને વધુ ખાસ બનાવશે. અહીં ચાના બગીચાઓ વચ્ચે ફરવું, ટોય ટ્રેનની સવારી એક રોમેન્ટિક અનુભવ કરાવશે.

કુમારકોમ 

2/5
image

કેરળનું આ સુંદર શહેર હાઉસબોટ પર બેકવોટરની મુસાફરી કરવા માટે પ્રખ્યાત છે. અહીં તમે કેરળના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. 

મનાલી  

3/5
image

બરફથી આચ્છાદિત પર્વતો, જંગલો, ફૂલો અને સફરજનના બગીચાઓથી ઘેરાયેલું, મનાલી ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંથી એક છે. અહીં તમે પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ અથવા પર્વતારોહણ જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો.  

શ્રીનગર 

4/5
image

સરોવરો, ખીણો અને ઊંચા પર્વતોથી ઘેરાયેલું શ્રીનગર ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ છે. હાઉસબોટમાં રહેવું અને અહીંના શાંત તળાવો પર શિકારા પર સવારી કરવી એ એક યાદગાર અનુભવ બની શકે છે.  

ઉદયપુર  

5/5
image

રાજસ્થાનનું આ સુંદર શહેર મહેલો અને તળાવો માટે જાણીતું છે. તમે અહીં રહેવા માટે કોઈ પણ સારો મહેલ પસંદ કરી શકો છો. ઉદયપુરમાં ફરતી વખતે તમને એવું લાગશે કે તમે સપનાની દુનિયામાં છો.