Skin Hydration During Monsoon Season: દરેક ઋતુમાં ચહેરાની ત્વચાની જરૂરિયાતો અલગ-અલગ હોય છે કારણ કે ઉનાળામાં ટેનિંગ, શિયાળામાં ડ્રાયનેસ અને ચોમાસામાં સ્કિન ઓઈલી થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો ત્વચાનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ફ્લેકી થવા લાગે છે અને તેમાં પિમ્પલ્સ અને ખીલ દેખાવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસામાં ચહેરાની ખાસ કાળજી રાખો
વરસાદની ઋતુમાં લોકો ઘણીવાર પોતાની ત્વચા પર બેદરકારીપૂર્વક ધ્યાન આપતા નથી, જેના કારણે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. આજે અમે તમને એવી કુદરતી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમારી સ્કિન વરસાદની ઋતુમાં પણ હાઈડ્રેટેડ રહેશે.


આ વસ્તુઓ ત્વચાને હાઈડ્રેટ રાખશે


1. વોટર બેસ્ડ મોઈશ્ચરાઈઝર
જે લોકો તૈલી ત્વચા ધરાવે છે તેમણે ચોમાસાની ઋતુમાં વોટર બેસ્ટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ઓઈલ બેસ્ટ પ્રોડક્ટ તેમને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે વિટામીન E કેપ્સ્યુલમાં ફિલ્ટર કરેલું પાણી મિક્સ કરીને યુઝ કરી શકો છો..


2. કાકડી આઇસ ક્યુબ્સ
જો તમારા ચહેરાની ત્વચા ડ્રાય છે, તો કાકડીના આઇસ ક્યુબ તેના માટે રામબાણથી ઓછા નથી. આ માટે કાકડીનો રસ કાઢીને ફ્રીઝરમાં ફ્રીઝ કરી દો. તેમાં મધ અને લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. હવે તેને હળવા હાથે ચહેરા પર લગાવો.



3. ગુલાબ જળ
ગુલાબજળને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો અને જ્યારે પણ ત્વચા ડ્રાય લાગે ત્યારે ગુલાબજળનો છંટકાવ કરો. વધારાના પોષણ માટે તેમાં કાકડીનો રસ ઉમેરો, જે વધુ ફાયદાકારક રહેશે.


4. દહીં
ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દહીંનો ઉપયોગ બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. નહાતા પહેલા શરીર પર દહીં ઘસો. વધારાના પોષણ માટે તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકાય છે. આનાથી તમે ત્વચાની ઠંડક અનુભવશો અને ત્વચા ટોન પણ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube