Skin Care: આજના સમયમાં ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેના માટે સ્કીન કેર પ્રોડક્ટ સરળતાથી મળી જાય છે. પરંતુ તેમ છતાં ઘણી યુવતીઓ એવી હોય છે જે ત્વચાની સંભાળ અને માવજત માટે દાદી-નાનીના નુસખા અજમાવવા પર વિશ્વાસ રાખે છે. તો વળી કેટલાક લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે ઘરગથ્થુ નુસખાથી સ્કીન કેર કરે છે. સ્કીન કેર માટે ઘરેલુ નુસખા કરવા હોય તો તેમાં ચણાના લોટનો ઉપયોગ સૌથી વધુ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Pimple Home Remedy: 5 રૂપિયામાં મળતી આ 1 વસ્તુ ખીલની સમસ્યાને કાયમ માટે કરશે દુર


ચણાનો લોટ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. રસોઈમાં અલગ અલગ રીતે ચણાનો લોટ વપરાતો હોય છે તેથી દરેક ઘરમાં ચણાનો લોટ મળી જ રહે છે. આ ચણાનો લોટ સ્કીન કેરમાં પણ અલગ અલગ રીતે ઉપયોગમાં આવી શકે છે. 


જો ચણાના લોટનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે તો તેનાથી ત્વચાની અનેક સમસ્યા દૂર થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાથી ત્વચા ચમકદાર અને સુંદર બને છે. ચણાના લોટનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાની શરૂઆત કરશો તો તમારે પાર્લર જવાની જરૂર પણ નહીં પડે. 


ચણાનો લોટ લગાડવાથી થતા ફાયદા


આ પણ વાંચો: Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી


1. ચણાના લોટમાં પ્રાકૃતિક ક્લીંઝર હોય છે જે ત્વચાની સફાઈ કરે છે. તે ચહેરાને સાફ રાખે છે અને ત્વચા પરનું એક્સ્ટ્રા ઓઇલ તેમજ ગંદકી સાફ કરે છે.


2. જો તમે નિયમિત રીતે ચણાના લોટનો ઉપયોગ ત્વચા પર કરો છો તો ડાઘ અને ધબ્બા ધીરે ધીરે દૂર થવા લાગશે. ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને મારે છે સાથે જ ખીલના ડાઘ પણ દૂર કરે છે. 


આ પણ વાંચો: રસોડામાં રોજ વપરાતી આ 7 વસ્તુઓની સેલ્ફ લાઈફ હોય ઓછી, સમયાંતરે બદલવી ખૂબ જ જરૂરી


3. જો તમે ત્વચા પર ચણાના લોટનો નિયમિત રીતે ઉપયોગ કરો છો તો ત્વચાની ટેનિંગ ઓછી થવા લાગશે. ત્વચા પરના ડાઘ હટાવવા માટે તમે ચણાના લોટનો ઉપયોગ દૂધ કે દહીં સાથે કરી શકો છો. 


4. ચણાના લોટને ત્વચા પર લગાડવાથી ત્વચાની પ્રાકૃતિક નમી જળવાઈ રહે છે. તેના કારણે ત્વચા સ્વસ્થ અને મુલાયમ બની રહે છે. જે લોકોની ત્વચા ડ્રાય હોય તેમણે દૂધ સાથે ચણાનો લોટ નિયમિત ચહેરા પર લગાડવો જોઈએ. 


આ પણ વાંચો: માસિકના 7 દિવસ પહેલા કરી લેશો આ કામ તો ત્વચા પર નહીં નીકળે હોર્મોનલ પિંપલ્સ


5. ચણાનો લોટ પ્રાકૃતિક એક્સફોલીએટર છે. ત્વચા પર તેને લગાડવાથી ડેડ સ્કિન દૂર થાય છે. સાથે જ ત્વચા પર ચમક પણ વધે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)