Potato Juice For Skin: અનેક વાનગીનો સ્વાદ વધારતા બટેટા ચહેરાની ચમક પણ વધારશે, આ રીતે કરો સ્કીન કેરમાં ઉપયોગ
Potato Juice For Skin: પોષક તત્વ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર બટેટાનો રસ સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવામાં આવે તો ત્વચાની રંગતમાં ફેરફાર જોવા મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે બટેટાના રસના ચહેરા પર લગાડવાની શરૂઆત કરવાથી કેવા ફાયદા જોવા મળે છે.
Potato Juice For Skin: બટેટાનો રસ ત્વચાની સંભાળ માટે ખૂબ જ ગુણકારી ગણાય છે. બટેટાના રસમાં એવા પોષક તત્વો હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. પોષક તત્વ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર બટેટાનો રસ સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવામાં આવે તો ત્વચાની રંગતમાં ફેરફાર જોવા મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે બટેટાના રસના ચહેરા પર લગાડવાની શરૂઆત કરવાથી કેવા ફાયદા જોવા મળે છે.
બટેટાના રસથી થતા ફાયદા
આ પણ વાંચો: શું તમે તેલના કારણે ફ્રાઈમ્સ નથી ખાતા? તેલમાં તળ્યા વિના બનાવો ટેસ્ટી ફ્રાઈમ્સ
1. બટેટાનો રસ વિટામીન સીથી ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે. તેનો ઉપયોગ ત્વચા પર કરવાથી પેગ્મેંટેશન અને કાળા ડાઘ ઓછા થાય છે. જેના કારણે ત્વચાની રંગત નીખરે છે. બટેટાના રસનો નિયમિત ઉપયોગ કરવાથી સુંદર ત્વચા બને છે.
2. બટેટાનો રસ પ્રાકૃતિક બ્લીચીંગ ગુણ ધરાવે છે. તેનાથી આંખ નીચેના ડાર્ક સર્કલ ઘટે છે. બટેટાના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સોજાને ઘટાડે છે અને ચહેરા પર ફ્રેશનેસ વધારે છે.
3. બટેટાના રસમાં ઠંડક આપતા ગુણ પણ હોય છે. જો સનબર્નના કારણે બળતરા થતી હોય તો બટેટાનો રસ આ બળતરાને દૂર કરી શકે છે. સ્કિન કોઈપણ કારણસર ડેમેજ થઈ હોય તો તેને બટેટાનો રસ રીપેર કરે છે.
આ પણ વાંચો: Lemon For Skin: લીંબુના રસથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ કરો દુર, જાણો ઉપયોગની રીત
4. બટેટાનો રસ સ્કીન કેરમાં સામેલ કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે એજિંગની પ્રોસેસને સ્લો કરે છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ અને ફાઈનલ લાઇન્સ દેખાતી નથી. નિયમિત ફક્ત બટેટાના રસનો ઉપયોગ કરવાથી પણ ત્વચા યુવાન બની રહે છે.
5. જો ચેહરા પર કાળા ડાઘ પડી ગયા હોય તો બટેટાનો રસનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચહેરા પર પડેલા કાળા ડાઘ અને નિશાન ઘટાડવામાં મદદ મળે છે.
6. બટેટાનો રસ એક પ્રાકૃતિક મોઈશ્ચુરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ અને સુંદર દેખાય છે.
ત્વચા માટે બટેટાનો રસ કેવી રીતે તૈયાર કરવો ?
આ પણ વાંચો: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશે
સ્કીન કેરમાં બટેટાના રસનો સમાવેશ કરવો હોય તો તેને આ રીતે તૈયાર કરો. સૌથી પહેલા બટેટાને ધોઈ તેની છાલ કાઢો. ત્યાર પછી નાના ટુકડામાં કાપી મિક્સચરમાં પીસી તેનું જ્યુસ અલગ કરી લો. જો તમે એક સાથે વધારે રસ તૈયાર કરો છો તો તુરંત જ તેને રેફ્રિજરેટરમાં રાખી દઉં. જો એક અઠવાડિયા સુધી બટેટાનો રસ સ્ટોર કરવો હોય તો તેમાં લીંબુનો રસ મિક્સ કરીને રાખો. પરંતુ સૌથી સારું તો એ જ રહે છે કે રોજ તમે ફ્રેશ રસ તૈયાર કરો.
આ પણ વાંચો: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ ઝડપથી થશે ફ્લેટ, આ સમયે લીલું નાળિયેર પીવાનું શરુ કરો
તૈયાર કરેલા બટેટાના રસને રૂની મદદથી ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાવવો. 10 થી 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. બેસ્ટ રીઝલ્ટ ઝડપથી મેળવવું હોય તો નિયમિત બટેટાના રસનો ચહેરા પર ઉપયોગ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)